Saturday, August 13, 2022
Homeસુરત : મહિલા કોન્સ્ટેબલ સુનિતા સાથે ઘર્ષણ મામલે ત્રણ સામે ગુનો દાખલ,...
Array

સુરત : મહિલા કોન્સ્ટેબલ સુનિતા સાથે ઘર્ષણ મામલે ત્રણ સામે ગુનો દાખલ, આરોગ્યમંત્રી કાનાણીના પુત્ર સહિત ત્રણેયની અટકાયત

- Advertisement -
  • સુરત પોલીસ કમિશનરે તપાસના આદેશ આપ્યા હતા
  • મંત્રીના પુત્ર અને તેના મિત્રો સામે કર્ફ્યુ ભંગનો ગુનો નોંધાયો
  • મંત્રીના પુત્ર અને તેના મિત્રો ગણતરીના કલાકોમાં જામીન મુક્ત

સુરત. શહેરમાં રાજ્યના આરોગ્યમંત્રી કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણી અને એલઆર(કોન્સ્ટેબલ) સુનિતા યાદવ વચ્ચે બબાલ થઈ હતી. જેના વીડિયો અને ઓડિયો વાઈરલ થયા હતા. ત્યારબાદ સુરત પોલીસ કિમશનર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. જેથી વરાછા પોલીસ સ્ટેશનમાં મંત્રી કાનાણાની પુત્ર પ્રકાશ કાનાણી અને તેના બે મિત્રો વિરુદ્ધ કર્ફ્યુ ભંગનો ગુનો નોંધી ત્રણેયની અટકાયત કરવામાં આવી છે. દરમિયાન ગણતરીના કલાકોમાં ત્રણેય જામીન પર મુક્ત થયા છે.

ઘટના શું હતી?

ગત 8 જુલાઈના રોજ રાત્રે રાજ્યના આરોગ્યમંત્રી કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણી અને એલઆર(કોન્સ્ટેબલ) સુનિતા યાદવ વચ્ચે બબાલ થઇ હતી. રાત્રે કરફ્યુના નિયમનું ઉલ્લંઘન કરવા બદલ સુનિતા યાદવે પ્રકાશ કાનાણીને સવાલો કર્યા હતા, ત્યારબાદ બન્ને વચ્ચે બોલાચાલી થઇ હતી. પ્રકાશ કાનાણીએ 365 દિવસ ફરજ માટે ઉભી રાખવાની ચીમકી આપી હતી. અધિકારીઓએ સુનિતા સાચી હોવા છતા પક્ષ ન લેતા તેને રાજીનામું આપ્યું હતું. પ્રકાશ કાનાણી અને સુનિતા યાદવ વચ્ચેની બોલાચાલીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.

સોશિયલ મીડિયામાં સપોર્ટ મળ્યો

સુનિતા યાદવ સાચી હોવાને લઈને સોશિયલ મીડિયામાં તેને સપોર્ટ કરવામાં આવી રહ્યો છે. ટ્વિટરમાં સુનિતા યાદવને ફુલ સપોર્ટ મળી રહ્યો છે. આજે પણ  #i_support_sunita_yadav ટ્રેન્ડિંગમાં છે. 29 હજારથી વધુ લોકો સુનિતાના સપોર્ટમાં ટ્વિટ કરી ચૂક્યા છે.

ગણતરીના કલાકોમાં જામીન પર મુક્ત થયા

આરોગ્ય મંત્રીના પુત્ર અને મહિલા કોન્સ્ટેબલ વચ્ચે વિવાદનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. આ મામલે સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ પણ શરુ થયો હતો. જોકે આખરે સમગ્ર મામલે પોલીસ કમિશનરે તપાસના આદેશ આપ્યા હતા. જેમાં વરાછા પોલીસે આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ અને તેના બે મિત્રો સામે કર્ફ્યું ભંગ બદલ ગુનો નોંધી અટકાયત કરી હતી. દરમિયાન ગણતરીના કલાકોમાં તેઓને જામીન પર મુક્ત કર્યા હતા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular