Saturday, April 20, 2024
Homeરાપરના માખેલમાં ૪૦ વર્ષીય પરિણીતાની છેડતી કરતો કિસ્સો સામે આવ્યો
Array

રાપરના માખેલમાં ૪૦ વર્ષીય પરિણીતાની છેડતી કરતો કિસ્સો સામે આવ્યો

- Advertisement -

અબડાસા તાલુકાના ચીયાસર ગામે રહેતી 40 વર્ષીય પરિણિતા ખાટલા પર સુતી હતી ત્યારે ગામના જ ત્રણ સગા ભાઇઓએ તેમની ઓઢણી પકડી અણછાજતુ વર્તન કરી બિભત્સ ચેનચાળા કરતા મહિલાએ કોઠારા પોલીસ મથકે ફોજદારી નોંધાવી હતી. તો રાપર તાલુકાના માખેલ ખાતે યુવતીની લાજ લેવાના ઇરાદે છેડતી કરવામાં આવી હોવાની ઘટના આડેસર પોલીસ મથકે નોંધાઇ છે.

સુત્રોમાંથી મળતી વિગતો મુજબ, અબડાસાના ચીયાસર ગામે રહેતી 40 વર્ષીય પરિણિતાએ ગામના જ નીજામ હાસમભાઇ જુણેજા , વસીમ હાસમ જુણેજા, સાહીલ હાસમ જુણેજા (રહે. ત્રણેય ચીયાસર) વાળા સામે છેડતી કરવા બાબતે કોઠારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. હતભાગી ખાટલા પર સુઇ રહ્યા હતા ત્યારે ત્રણેય જણે ઓઢણી બળજબરીથી ઉતારીને તેમનો હાથ પકડી બિભત્સ ચેનચાળા કર્યા હતા, બાદમાં ત્રણેય જણે ફરિયાદીને મા-બેનની ગાળો ભાંડતા મહિલાએ કોઠારા પોલીસ મથકે ત્રણેય સામે છેડતીની ફોજદારી નોંધાવી હતી.

બીજી તરફ, રાપરના માખેલમાં બનેલી ઘટનામાં ભોગ બનનાર યુવતીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, આ ઘટના તા.13/6 ના બની હતી જ્યારે તે દિવસે સવારે સાડા અગિયાર વાગ્યાના અરસામાં ગામમાં દુકાને ચીજ વસ્તુ લેવા નીકળી હતી ત્યારે રસ્તામાં ગામમાં જ રહેતો અશોક વેલાભાઇ પારગી મળ્યો હતો અને તેની પાછળ પાછળ ચાલી હું તને પ્રેમ કરૂં છું, તારે મારી જોડે ચાલવું પડશે નહીંતો હું તારા વગર મરી જઇશ અશોક તેની નજીક પહોંચી ગયો હતો અને હાથ પકડી તું મારા ધરે ચાલ કહેતાં યુવતીએ ના પાડતાં તેણે બાથ ભીડી લાજ લેવાનો પ્રયત્ન કરતાં યુવતીએ બૂમાબૂમ કરી હતી.જો આ વાત કોઇને કહીશ તો તને અને પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયો હતો. આડેસર પોલીસે ભોગ બનનારની ફરિયાદના આધારે છેડતી કરનાર વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તપાસ પીએસઆઇ જી.એ.ઘોરી ચલાવી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular