હાઈવે પર પાકા મકાનો બનાવનાર આંદોલનકારી ખેડૂતો સામે ગરપાલિકા દ્વારા કેસ કરવામાં આવ્યો

0
7

નવા કૃષિ કાયદા સામે દિલ્હી બોર્ડર પર આંદોલન કરી રહેલા ખેડૂતોએ પાકા મકાન બનાવવાનુ શરુ કરી દીધુ છે. તો બીજી તરફ સરકાર તેની સામે એક્શન લેવાના શરુ કર્યા છે.

હાઈવે પર પાકા મકાન બનાવવા બદલ અને બોરબેલ ખોદવા બદલ નેશનલ હાઈવે ઓથોરિટી અને નગરપાલિકા દ્વારા ખેડૂતો સામે કેસ કરવામાં આવ્યો છે.

જોકે આ કેસમાં કોઈના નામ સામેલ કરવામાં આવ્યા નથી પણ પોલીસનુ કહેવુ છે કે, તપાસ બાદ જ તેમાં સંડોવાયેલા નામોનો ખુલાસો થશે. ઉલ્લેખનીય છે કે, આંદોલનને લાંબો સમય માટે ચાલુ રાખવા ખેડૂતો દ્વારા પાકા મકાનો બનાવવાનુ શરુ કરાયુ છે.

બીજી તરફ ખેડૂતો સાથે ટ્રેડ યુનિયનોએ પણ અંબાલામાં પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે. ટ્રેડ યુનિયનો પેટ્રોલ અને ડિઝલના વધતા જતા ભાવાનો વિરોધ કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here