દહેગામ : વીજળી પડતા મહિલાનું મોત થવાથી તાલુકા પંચાયતના ટીડીઓ દ્વારા ચાર લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો.

0
9

દહેગામ તાલુકાના ગમીજ ગામે અચાનક વીજળી પડતાં એક મહિલાનું મોત થવા પામ્યું હતું.
તાલુકા પંચાયતના મુખ્ય અધિકારી દ્વારા મૃતકના પરિવારને ૪ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો.

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ગમીજ ગામે ખેતરમાં કામ કરતા એક મહિલા નામે મોનાબેન ઉપર અચાનક વરસાદ સાથે વીજળીપડતા તેમનું મોત થવા પામ્યું હતું. તેને અનુસરીને ગઈકાલે સાંજે દહેગામ તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી રૂબી બેન રાજપુત અને મદદનીશ તાલુકા વિકાસ અધિકારી કનુભાઈ પટેલ જઈને આ મૃતક મહિલાના પરિવારને સહાય રૂપે ચાર લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here