મહેસાણા : મગુનામાં વરઘોડામાં થયેલા ઝઘડાની અદાવતમાં બે જૂથો વચ્ચે અથડામણ

0
6

મહેસાણાઃ મહેસાણા તાલુકાના મગુના ગામે ત્રણ દિવસ અગાઉ વરઘોડા બાબતે થયેલા ઝઘડાની અદાવતમાં મંગળવારે એક જ કોમના બે જૂથ આમને સામને આવી ગયા હતા. વરઘોડા બાબતે બસમાં મુસાફરી દરમિયાન યુવક – યુવતી વચ્ચે થયેલી બોલાચાલી બાબતે બંને પક્ષ ઠપકો આપવા જતાં થયેલા હુમલામાં 3 જણાને ગંભીર ઇજા પહોંચી હતી. સાંથલ પોલીસ મથકમાં બંને પક્ષના 27 જણ સામે બે ફરિયાદ નોંધાઇ હતી.

મગુના ગામના વિમળાબેન નરેશકુમાર ચિત્રોડીયાના પુત્રને 7 ડિસેમ્બરે નીકળેલા વરઘોડા બાબતે ગામના નીલમબાના પરિવાર સાથે ઝઘડો થયો હતો. જેની અદાવત રાખી વિમળાબાના નાના ભાઇની પુત્રી ખુશબુને ગામનો નિશિત વિનુભા વરઘોડા બાબતે હેરાન કરતો હોવાની જાણ થતાં તેણી પરિવારજનોને લઇ તેના ઘરે ઠપકો આપવા ગયા હતા. જ્યાં મામલો વણસ્યો હતો અને બંને પક્ષે પથ્થરમારો શરૂ થતાં ભાગદોડ મચી હતી. જેમાં 3થી વધુ વ્યક્તિને ઇજા થઇ હતી.
આ અંગે સાંથલ પોલીસ સ્ટેશનમાં નીલમબા વનરાજસિંહ ઝાલાએ તેમના પુત્ર તિર્થને રાકેશજીની પુત્રી બસમાં હેરાન કરતી હોવાના મુદ્દે ઠપકો આપવા જતાં ચિત્રોડિયા નરેશજી મનુજી, રાકેશજી મનુજી ચિત્રોડિયા સહિત 15 વ્યક્તિઓએ હુમલો કર્યાનો ગુનો નોંધાવ્યો હતો. જ્યારે સામે પક્ષે વિમળાબા નરેશકુમાર ચિત્રોડિયાએ પણ નિલમબા વિનુસિંહ ઝાલા, કાળીબેન બસુભા ઝાલા તેમજ અન્ય 11 વ્યક્તિઓ સામે રાયોટિંગ, મારામારીની ફરિયાદ નોંધાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here