દહેગામ : તલોદ નગરપાલિકામાં વોર્ડ નંબર 6 માં ભાજપના આગેવાનો દ્વારા સફાઈ ઝુંબેશ કાર્યક્રમ કરવામાં આવ્યો.

0
0

 

તલોદ નગરપાલિકાના ઉપપ્રમુખ અને ભાજપના આગેવાનો દ્વારા સફાઇ ઝુંબેશ કાર્યક્રમની શરૂઆત.
વોર્ડ નંબર 6 માં સફાઇ ઝુંબેશ કાર્યક્રમ શરૂઆત કરતાં ભાજપના આગેવાનો.

 

 

તલોદ નગરપાલિકા વોર્ડ નંબર 6 મા અત્યારે નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની સપ્તાહની ઉજવણીના ભાગરૂપે સફાઇ ઝુંબેશ કાર્યક્રમની શુભ શરૂઆત નગરપાલિકાના ઉપપ્રમુખ અને ભાજપના આગેવાનો દ્વારા વોર્ડ નંબર 6 માં જઈને જે રસ્તાઓ ગંદા છે અને કચરો પડેલો છે તે કચરો આ નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ આમ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે કામ કરતા નજરે પડી રહ્યા છે. શહેરમાં ગંદકી દૂર થશે અને રસ્તા ચોખા થશે તે હેતુસર નગરપાલિકાના ઉપપ્રમુખ રૂદાતલ પ્રવીણભાઈ પટેલ અને મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા અને વિનુભાઈ મિસ્ત્રી દ્વારા આ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો છે. આમ તલોદ શહેરમાં દરેક વોર્ડની અંદર ગંદકી અને કચરાના નિકાલ કરવા માટે ભાજપના આગેવાનોએ પોતાના વિસ્તારમાં વધી રહેલી ગંદકી દૂર કરવા માટે પ્રયત્નશીલ બની રહ્યા છે.

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here