અમદાવાદ : ઓઢવ પોલીસ મથકમાં પિતા અને બે પુત્રો સામે ફરિયાદ, ભાડૂઆતનું ઉપરાણું લઇ યુવક પર હુમલો કરાયો.

0
13

શહેરના ઓઢવ વિસ્તારમાં કપડાં સુકવવાની દોરી બાંધવા મામલે પાડોશમાં રહેતા ભાડુઆત સાથે તકરાર થઇ હતી. આ બાબતનું ઉપરાણું લઇ મકાન માલિક અને તેના બે પુત્રોએ યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. ઘાયલ યુવકે પિતા અને બે પુત્રો સામે ઓઢવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

શહેરના ઓઢવ વિસ્તારમાં રાકેશ રામસજન યાદવ રહે છે અને ખાનગી કંપનીમાં કામ કરી પરવારનું ગુજરાન ચલાવે છે. ગઇકાલે રાકેશ નોકરી પર હાજર હતો ત્યારે તેના ભાભીનો મોબાઇલ પર ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે, બાજુમાં રહેતા ભાડુવાત સંગીતાબહેન કપડાંની દોરી બાંધવા બાબતે તકરાર કરી રહ્યાં છે. તેથી રાતે નોકરીથી પરત ફરી તે પોતાના ભાઇના ઘરે ગયો હતો. ત્યારે ભાડુઆત સંગીતાબહેન, તેમના મકાન માલિક જવાહીરભાઇ શર્મા અને તેમના બે દિકરા ફુલચંદ અને હરિશચંદ્ર હાજર હતા.

રાકેશે જવાહીરભાઇને જણાવ્યું હતું કે, તમારા ભાડુઆત દોરી બાંધવા મામલે મારા ભાભી સાથે ઝઘડો કે છે તમે તેમને સમજાવો. ત્યારે જવાહીરભાઇએ જણાવ્યું હતું કે, તારી ભાભી જ એવી છે તેમ કહી ગાળો બોલવા લાગ્યા હતા. આ સમયે રાકેશે ગાળો ન બોલવા અને શાંતિથી વાત કરવા કહ્યું હતું. જો કે, જવાહીરભાઇ અને તેમના બન્ને દિકરા ઉશ્કેરાઇ ગયા હતા અને માર મારવા લાગ્યા હતા. આ સમયે જવાહીરભાઇએ લોખંડના નકુચા વાળી ફ્રેમ ઉપાડી રાકેશને માથામાં મારી હતી. જેથી રાકેશ લોહીલુહાણ થઇ ગયો હતો. આમ છતા જવાહીરભાઇના બે દિકરા લાકડી લઇ આવ્યા હતા અને તેને માર મારવા લાગ્યા હતા.

આ સમયે આસપાસના લોકો આવી ગયા હતા અને રાકેશને છોડાવ્યો હતો. ત્યારબાદ એમ્બ્યુલન્સ મારફતે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાંથી રાકેશે જવાહીરભાઇ શર્મા, તેમના દિકરા હરિષચંદ્ર અને ફુલચંદ સામે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here