Monday, October 18, 2021
Homeદહેગામ : બહિયલ ગામે જમીનના બાંધકામમાં વિવાદ વકરતા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ફરિયાદ.
Array

દહેગામ : બહિયલ ગામે જમીનના બાંધકામમાં વિવાદ વકરતા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ફરિયાદ.

 

બહિયલ ગામે જમીનના વિવાદમાં બોદ્ધ કામ અટકાવવા માટે કાલુભાઈ રાઠોડની ઉગ્ર રજૂઆત.
બહિયલ ગામ પંચાયતના સત્તાધિશોને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
ન્યાય મળે એના માટે કોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા.

 

 

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ગામે રહેતા કાલુભાઈ અબ્બાસ ભાઈ રાઠોડ પોતાની લેખિત રજૂઆત આપીને જણાવે છે કે બહિયલ ગામે અમારા બાપદાદા ની જમીન વર્ષોથી અમારા નામે ચાલતી હતી. પરંતુ મૈયર ગામના રહેવાસી જીવણભાઈ રસુલભાઇ ઉમરભાઈ એ ખોટી આકારણી કરીને આ જમીન ઉપર કબજો જમાવીને બાંધકામ કર્યું છે. તેવા આક્ષેપો કાલુભાઈ કરી રહ્યા છે. આ બાબતે અમે બાંધકામ રોકાવા માટે બહિયલ ગ્રામ પંચાયત કચેરી લેખિત તથા મૌખિક રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી થવા પામી નથી. તેથી અમે દહેગામ કોર્ટમાં દાવો કર્યો છે તેમ છતાં સામેવાળી પાર્ટીએ બાંધકામ કરી નાખતા અમારો ખુલ્લો વિરોધ છે. અને ગ્રામ પંચાયત કચેરીના સત્તાધીશો અમારું સાંભળતા નથી તેવા આક્ષેપો કરીને પોતાની રજૂઆત કરી રહ્યા છે. માટે અમને ન્યાય મળે તે બદલ અમે કોર્ટના દ્વાર ખખડાવ્યા છે.

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments