હળવદ : ગાંધી જયંતી અને લાલ બહાદુર શાસ્ત્રીજી ની જન્મજયંતી ના શુભદીને સલ્મ વિસ્તાર માં વસ્ત્રદાન કાર્યક્રમ યોજાયો

0
0
રત્નધીર ચેરીટેબલ ટ્રસ્ટ-મુંબઈ અને ભારત સેવક સમાજ સુરેન્દ્રનગર ના સંયુક્ત ઉપક્રમે  ગાંધી જયંતી અને લાલ બહાદુર શાસ્ત્રીજી ની જન્મજયંતી ના શુભદીને હળવદ ના નાડીયાવાસ વિસ્તાર માં અને તળાવકાંઠે આવેલ ઝૂંપડપટ્ટી વિસ્તાર માં જરૂરિયાતમંદ લોકો ને વસ્ત્રદાન કરવામાં આવ્યું હતું.
જેમાં કુલ 222 વસ્ત્રો નું દાન સ્થળ પર જ કરવામાં આવ્યું હતું મુંબઇ ગુણવત્તા સભર બ્રાન્ડ ન્યુ ગારમેન્ટ ના રેડીમેન્ટ કપડાં નું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ કેટેગરી જેમકે 1 થી 5 વર્ષ સુધી ના બાળકો 12 વરસ ના બાળકો 18 થી 22 વર્ષ ના તરૂણ અને 50 વર્ષ થી ઉપર ના વડીલો એમ અલગ અલગ કેટેગરી ના સર્વે  લોકો ને વસ્ત્રદાન કરવામાં આવ્યું હતું આમ આવનારા તહેવારો પહેલા રેડીમેન્ટ કપડાં નું વિતરણ થતા નાના ભૂલકાઓ અને લાભાર્થી ભાઈઓ બહેનો માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો
આ કાર્યક્રમ માં ભારત સેવક સમાજ ના શિરીશભાઇ ઓઝા , ખેતશીભાઈ પટેલ , બદ્રીભાઈ , સુનિલભાઈ મહેતા હળવદ ના સ્થાનિક સામાજિક કાર્યકર તપન દવે , ગીરીશભાઈ સાધુ ,એ.ટી.રાવલ , હીરાભાઈ નાળિયા , શ્રવણભાઈ સોલંકી , મંગાભાઈ સહિત સેવાભાવી કાર્યકરો એ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here