આંધ્રપ્રદેશમાં દુર્ઘટના : વિશાખાપટ્ટનમમાં હિન્દુસ્તાન શીપયાર્ડ કેમ્પસમાં ક્રેન પડી, 11ના મોત; ટ્રેડ યૂનિયન લીડરે કહ્યું- ક્રેન ઓવરલોડ હતી

0
3

વિશાખાપટ્ટનમ. વિશાખાપટ્ટનમમાં હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેના કેમ્પસમાં એક ક્રેન પડવાથી 11 લોકોના મોત થયા છે. ડીસીપી સુરેશ બાબુએ જણાવ્યું કે, આ દુર્ઘટનામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ પણ થયો છે. પોલીસ કમિશનર રાજીવ કુમાર મીણાએ કહ્યું છે કે, આ ઘટના આજે બપોરે 12 વાગે થઈ છે. ટ્રેડ યૂનિયન લીડરે કહ્યું કે, ક્રેન ઓવરલોડ હોવાના કારણે દુર્ઘટના થઈ હોવાની શક્યતા છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે, ક્રેનનું રિપેરિંગ કામ ચાલી રહ્યું હતું. ઓફિસર અને ક્રેનના ઓપરેટર્સ તેનું ઓપરેટિંગ જોવા ગયા હતા તે જ સમયે દુર્ઘટના થઈ હતી. માનવામાં આવે છે કે, મૃતકોની સંખ્યામાં વધારો પણ થઈ શકે છે. કેમકે ક્રેન નીચે અમુક લોકો દબાયા હોવાની શક્યતા છે. શિપયાર્ડના ઓફિસર અટેન્ડેન્સ રેકોર્ડ ચેક કરી રહ્યા છે જેથી ઘટના સમયે ત્યાં કેટલા લોકો હશે તેની માહિતી મળી શકે.

79 વર્ષ જૂની કંપની છે HSL

HSL દેશનું સૌથી જૂનુ શિપયાર્ડ છે. તેની સ્થાપના 1941માં સિંધિયા સ્ટીમશિપ નેવિગેશન કંપની અંતર્ગત ઉદ્યોગપતિ વાલચંદ હીરાચંદે કરી હતી. 1961માં શિપયાર્ડનું રાષ્ટ્રીય કરણ કરવામાં આવ્યું હતું. ત્યારથી તેનું નામ હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ છે. 2010થી તેનું માલિકીપણું રક્ષામંત્રાલય પાસે છે. તે પહેલાં તે શિપિંગ મિનિસ્ટ્રી અંતર્ગત આવતું હતું.