નવસારી : ભાજપની સભામાં 300 લોકોનું ટોળું એકઠું થયું, સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા લીરેલીરા

0
3

દેશ-દુનિયામાં આ મહામારીએ કાળો કેર વર્તાવ્યો છે. આ મહામારીના કારણે લાખો લોકો પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે. ત્યારે સરકારે લોકોને આ મહામારીથી બચવા માટે સતત માસ્ક પહેરી રાખવા તથા સેનેટાઇઝરનો ઉપયોગ કરવા અને સામાજીક અંતર જાળવવા માટે અપીલ કરી છે. ત્યારે રાજ્યમાં જે પક્ષની સરકાર છે તેમના જ નેતાઓ પોતાની જવાબદારી ભૂલી ગયા છે અને સરકારે જાહેર કરેલ ગાઇડલાઇનનું ભંગ કર્યું છે.

કોરોના મહામારીમાં નેતાઓ જ પોતાની જવાબદારી ભૂલી ગયા છે. નવસારીના ખેરગામમાં ભાજપનો જાહેર કાર્યક્રમ યોજાયો હતો. વાડ ગામે ભાજપની સભામાં 300 લોકોનું ટોળું એકઠું થયું હતું આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી સહિત ભાજપના ધારાસભ્યો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્યોની હાજરીમાં જ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. આ સભામાં જિલ્લા પંચાયતના બે સભ્યોએ ભગવો ધારણ કર્યો હતો. પરંતુ અહિં વાત એ છે કે, સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે, કોઇ મોટા કાર્યક્રમ કરવા નહી અને લોકો મોટી સંખ્યામાં એકઠા થાય તેવા કાર્યક્રમો રદ્દ કરવા તો શાસક પક્ષ આવી ગંભીર ભૂલ કેવી રીતે કરી શકે. તે પણ એક મોટો પ્રશ્ન બની ગયો છે.

આ સભામાં પ્રદેશ મહામંત્રી સહિત ભાજપના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. માટે એવો પણ આરોપ લાગી રહ્યો છે કે, ભાજપના લોકો જ કોરોના સંક્રમણને વધારવાના પ્રયત્ન  કરી રહ્યા છે. આ સભામાં જિલ્લા પંચાયતના બે કોંગ્રેસી સભ્યોએ ભગવો ધારણ કર્યો હતો. ઉનાઇ બેઠકના ભીખુ પટેલ અને કુકેરી બેઠકના શિલાબેન પટેલ ભાજપમાં જોડાયા હતા. કોંગી સભ્યો સહિત 70 કોંગ્રેસી કાર્યકરો પણ ભાજપમાં જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here