કરમસદ સ્થિત ભાઈકાકા યુનિવર્સીટી દ્વારા સાઈકલ ટુ રીસાઈકલ થીમ આધારીત સાઈકલીંગ રાઈડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 50 જેટલા સાયકલીસ્ટે ભાગ લીધો હતો. આ રાઈડ 11 કિલોમીટરનું અંતર કાપીને યુનિવર્સીટીની કમ્પાઉન્ડમાં આવી હતી. કરમસદ સ્થિત ભાઈકાકા યુનીવર્સીટી દ્વારા સ્વસ્થ જીવનશૈલી અને પર્યાવરણની જાગૃતિ ફેલાવવાના હેતુથી સાયકલ ક્લબની શરુઆત કરી છે. જે અતર્ગત રાષ્ટ્રીય સેવા યોજના યુનિટના બેનર હેઠળ પ્રથમસાઈકલ ટુ રીસાઈકલ થીમ આધારીત સાઈકલીંગ રાઈડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુનિવર્સીટીના પ્રોવોસ્ટ ડો ઉત્પલા ખારોડે લીલી ઝંડી ફરકાવીને રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.
આ રેલી યુનિવર્સીટી સ્પોર્ટસ ગ્રાઉન્ડથી શરુ કરીને ભાઈકાકા સ્ટેચ્યુ, મોટા બજારથી શાસ્ત્રી મેદાન થઈને એચએમ પટેલ સ્ટેચ્યુ, નલિની આર્ટસ કોલેજ વિદ્યાનગર પહોચી હતી. જ્યાંથી એ જ રૂટ પર પાછા 11 કિમીનું અંતર ખેડીને યુનિવર્સીટી સ્પોર્ટસ ગ્રાઉન્ડ આવી હતી. આ રેલીમાં 50 જેટલા સાયકલીસ્ટે ભાગ લીધો હતો. આ સાયકલ રેલી શરૂઆત કરવાનો પ્રસ્તાવ ભાઈકાકા યુનિવર્સીટી સંચાલિત કે.એમ.પટેલ ઓફ ફીઝીયોથેરાપીના પ્રિન્સિપાલ ડો હરિહરાપ્રકાશે કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, યુનિવર્સીટીના સ્ટાફ અને વિદ્યાર્થીઓ સાયકલીંગના ફાયદા સમજે અને પર્યાવરણની જાણવણી થાય તે માટે સાયકલીંગ ક્લબની શરૂઆત કરવામાં આવી છે.