Wednesday, September 28, 2022
Homeગુજરાતધાનેરાના ખીંમતમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો

ધાનેરાના ખીંમતમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો

- Advertisement -

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાની ખીંમત ખાતે આવેલ ટી.એમ.એસ. જોગાણી વિદ્યાલયમાં બનાસકાંઠા જિલ્લા આરોગ્ય શાખાની ટીમ દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના ધોરણ 6 થી 12 ના 15 જેટલા વિદ્યાર્થીઓએ વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો હતો.

રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમમાં ઉપસ્થિત આરોગ્ય શાખાના સામાજિક કાર્યકર અનિલભાઈ રાવલ અને અમીનભાઇ દ્વારા ડિજિટલ પ્રેઝન્ટેશન થકી તમાકુથી થતા નુકસાન વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ શાળાના આચાર્ય એ. કે. જોશી દ્વારા પણ વ્યસનમુક્તિ કાર્યક્રમ અંતર્ગત વ્યસનોથી થતી બરબાદી અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને નિર્ણાયક બી. સી. ડાભી અને સી. એમ. સોલંકી દ્વારા પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આપી એકથી ત્રણ નંબર મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. શિક્ષકઓ અને વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ વ્યસનમુક્તિ વિશે માર્ગદર્શન મેળવી વ્યસનોની બદીઓથી દૂર રહેવાના સંકલ્પ લીધા હતા. તેમ ટી. એમ. એસ. જોગાણી વિદ્યાલય, ખીંમતના શિક્ષક ભરતભાઇ ડાભીએ જણાવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular