બહુચરાજીમાં આદિત્ય કોમ્પલેક્ષ સામેથી મૃત નવજાત બાળકી મળી

0
3

બહુચરાજીમાં આદિત્ય કોમ્પલેક્ષની સામે ખાડામાં કચરામાંથી રવિવારે નવજાત બાળકી મૃત હાલતમાં મળી આવી હતી. જેના પગ સહિતના અંગો કૂતરાએ ક્ષત-વિક્ષત કરી નાખ્યા હતા. પોલીસ તપાસમાં 7 માસની બાળકી ગર્ભમાં જ મૃત્યુ પામી હોઇ તબીબે તેની ડિલિવરી કરાવ્યા બાદ પરિવારને દફનાવવા માટે આપી હોવાનું ખુલ્યું હતું.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, મૃત બાળકીને જન્મ આપનાર માતા અને તેના પરિવારના નિવેદન લીધાં છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, અમે ડિલિવરી કરાવવા બહુચરાજી સિવિલ હોસ્પિટલમાં ગયા હતા, જ્યાંથી રીફર કરતાં ડો.માધુભાઈ પટેલના ઉમા નર્સિંગ હોમમાં ગયા હતા. 7 માસનો ગર્ભ અંદર મૃત્યુ પામેલો હોઇ ડિલિવરી કરાવાઇ હતી અને ડોક્ટરે બાળકને દફનાવવા માટે આપ્યું હતું. પરંતુ આ દંપતીએ બાળકને હોસ્પિટલ પાસે ખાડામાં દાટી દીધું હતું. જે કૂતરાએ બહાર ખેંચી કાઢ્યું હતું. આ મામલે ડૉ. માધુભાઇ પટેલે પોલીસને જાણ પણ કરી હતી.

મેડિકલ ભાષામાં ઇન્ટ્રા યુટેરાઈન ડેથ કહેવાય

આવા કેસોમાં મૃત બાળકને દફનાવવા માતાના નજીકના સગાને અપાય છે. જેને મેડિકલ ભાષામાં સ્ટીલ બર્થ કે ઇન્ટ્રા યુટેરાઈન ડેથ કહેવાય છે.