સંખેડા : એક કાંટા ઉંદરનો 14 લાખમાં સોદો, તાંત્રિક વિધિ માટે કાંટા ઉંદરનો ઉપયોગ થતો હોવાથી ઉંચી કિંમતે ગેરકાયદે વેચાણ થાય છે.

0
0

સંખેડા તાલુકાના શેરપુરા-ખંડુપુરા વચ્ચેથી લુપ્ત થતા વન્ય જીવ શેડો(કાંટા ઉંદર) 14.50 લાખ રૂપિયામાં વેચવા ફરતી ટોળકી ઝડપાઇ હતી. તાંત્રિક વિધિ માટે કાંટા ઉંદરનો ઉપયોગ થતો હોવાથી ઉંચી કિંમતે ગેરકાયદે વેચાણ થાય છે. ? આ પ્રકરણમાં અન્ય કોઈ બીજા આરોપી સામેલ છે કે કેમ તે દિશામાં પણ તપાસ જારી રખાઈ છે.

શેરપુરા ગામના અરવિંદ તડવી કાંટા ઉંદર વેચવા માટે ગ્રાહકને શોધતા હોવાની જાણ થતાં ગુજરાત વન્ય પ્રાણી ક્રુરતા નિવારણ સંસ્થાના રાજેશ ભાવસાર અને એચ.ડી. રાવલજી. ઇંચાર્જ એ.સી.એફ. દ્વારા છટકું ગોઠવાયું હતું.

બી.આર.વાઘેલા નાયબ વનસરંક્ષક વન્ય જીવ વિભાગની ટીમે સંખેડાના શેરપુરા-ખંડુપુરા વચ્ચે રૂા.14.50 લાખ શેડો (કાંટાળો ઉંદર) વેચતી ટીમને ઝડપી હતી. શેરપુરા-ખંડુપુરા વચ્ચે અરવિંદ તડવીના ઘરે કાંટા ઉંદર હતો. જ્યારે વેચવા માટે આવ્યો ત્યારે તેની સાથે ધારિયું પણ લાવ્યો હતો. ડમી ગ્રાહકોએ તેમને પકડવાની કાર્યવાહી કરતાં અરવિંદે ધારિયાથી ફોરેસ્ટ ટીમ પર હુમલાનો પ્રયાસ કરતાં બેકઅપ ટીમ હોઇ તમામને ઝડપી લેવાયા હતા.

પકડાયેલા 5માં એક વડોદરાનો શખ્સ

1. કેતન અરવિંદ તડવી : રહે.તીલકવાડા
2. અરવિંદ વિઠ્ઠલ તડવી : રહે.શેરપુરા
3. ઠાકોર મનસુખ તડવી : રહે.શહેરાવ, તા.નાંદોદ
4. રણધિર પાટણવાડિયા :રહે. સાઠોદ, તા.ડભોઇ
5. સલીમ શબ્બીર રાઠોડ : રહે. A 75, આશિયાનાનગર, તાંદલજા, વડોદરા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here