કોંગી MLAના રાજીનામાંથી ખાલી પડેલી 8 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી અંગે આ સપ્તાહે નિર્ણય થઈ શકે

0
0

ગાંધીનગર. ગુજરાતમાં વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકોની પેટાચૂંટણી પાછી ઠેલાય અને પછી તે ઓક્ટોબરમાં કોરોના સંક્રમણના કેસોની સમીક્ષા કરીને ચૂંટણીનો નિર્ણય લેવામાં આવશે. આ મામલે રાજ્ય સરકારના અહેવાલ બાદ રાજ્ય અને કેન્દ્રીય ચૂંટણી પંચ વચ્ચેની બેઠકમાં હાલ ચૂંટણી કરવી કે નહીં તેનો નિર્ણય આગામી અઠવાડિયે થઈ શકે છે.

45 દિવસ સુધી તો ગુજરાતમાં પેટાચૂંટણી યોજવી શક્ય નથી
ગુજરાતમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનો નિર્દેશ છેકે, હજી 45 દિવસ સુધી કોરોનાના પોઝિટિવ કેસો વધશે. ત્યારબાદ કેસોમાં ઘટાડો થશે. એટલે કે 45 દિવસ સુધી તો ગુજરાતમાં પેટાચૂંટણી યોજવી શક્ય નથી. તેવો અભિપ્રાય આરોગ્ય વિભાગનો હોવાનું જાણવા મળ્યું છે. ચૂંટણી પંચના સૂત્રોએ કહ્યું હતું કે, કોરોના સંક્રમણ સમયે ઇવીએમથી ચૂંટણી શક્ય નથી. કારણ કે, બટન દબાવવાથી તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થતું નહીં હોવાથી કોરોના સંક્રમણ વધવાનો ખતરો છે.

લોકો આરોગ્યના માપદંડોનું પાલન નહીં કરે તો કોરોનાના કેસો વધી શકે છે
આરોગ્ય વિભાગના રિપોર્ટ પ્રમાણે કોરોના સંક્રમણ હજી 30મી સપ્ટેમ્બર સુધી ચાલુ રહી શકે છે. જો લોકો આરોગ્યના માપદંડોનું પાલન નહીં કરે તો કોરોનાના કેસો હજી વધી શકે છે, તેવા સંજોગોમાં એક જ જગ્યાએ વધુ લોકો એકત્ર ન થાય તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. પંચના સૂત્રોએ કહ્યું હતું કે, ગુજરાતની આઠ બેઠકની પેટાચૂંટણી કોઇકાળે સપ્ટેમ્બરમાં યોજવી અશક્ય જણાઇ રહી છે. પરંતુ આ અંગેનો નિર્ણય કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે.

સપ્ટેમ્બરના અંત સુધીમાં ચૂંટણીનું જાહેરનામું બહાર પડી શકે
ચૂંટણી યોજવાની છેકે, નહીં તે અંગે હજી ભારતના ચૂંટણી પંચ તરફથી કોઇ આદેશ મળ્યો નહીં હોવાથી અમે એવું માનીએ છીએ કે સપ્ટેમ્બરના અંત સુધીમાં ચૂંટણીનું જાહેરનામું બહાર પડી શકે તેમ નથી. આ અંગે ઓક્ટોબરમાં જો કેસ ઓછા થશે તો સમીક્ષા કરવામાં આવે તેવા અણસાર છે. આ મામલે રાજ્ય અને કેન્દ્રીય ચૂંટણી પંચ વચ્ચે રાજ્યની કોરનાની પરિસ્થિતિ અંગે ચર્ચા વિચારણા અને સમીક્ષા ચાલી રહી છે.

કઈ 8 બેઠકો પર પેટાચૂંટણી યોજાશે
1. મોરબી
2. કરજણ (વડોદરા)
3. કપરાડા (વલસાડ)
4. લિમડી (સુરેન્દ્રનગર)
5. ગઢડા (બોટાદ)
6. ડાંગ
7. ધારી (અમરેલી)
8. અબડાસા (કચ્છ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here