સુરત : ભેસ્તાન આવાસમાં ઈમરાન નામના માથાભારે યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા

0
4
  • જુની અદાવતમાં અજાણ્યા ઈસમો હત્યા કર્યાની આશંકા
  • ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવાતા મૃત જાહેર કરાયો

સુરત. ડીંડોલી ભેસ્તાન આવાસ વિસ્તારમાં રાત્રે હત્યાની ઘટના બની છે. ડીંડોલી પાંજરાપોળ પાસે આવેલા ભેસ્તાન આવાસ પાસે ઈમરાન નામના માથાભારે યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે.

ઘટના સ્થળેથી એક ચપ્પુ પણ મળી આવ્યું

ડીંડોલી ભેસ્તાન આવાસ વિસ્તારમાં ઈમરાન ઉર્ફે ઈમરાન બુઢવ રહેતો હતો. આ વિસ્તારમાં તેની છાપ માથાભારેની હતી. દરમિયાન રાત્રે ઈમરાન પર જીવલેણ હુમલો કરી અજાણ્યા ઈસમો નાસી ગયા બાદ તેને હોસ્પિટલમાં લઈ જવાયો જ્યાં તબીબે મૃત જાહેર કર્યો હતો. જુની અદાવતમાં અજાણ્યા ઈસમોએ ઈમરાન ઉર્ફે ઈમરાન બુઢવને પતાવી નાખ્યો હોવાની આશંકા છે. ડીંડોલી પોલીસ મથકના પીઆઇ અને ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને વધુ તપાસ હાથ ધરી છે. દરમિયાન ઘટના સ્થળેથી એક ચપ્પુ પણ મળી આવ્યું છે.