એક શ્રદ્ધાળુએ સિદ્વિવિનાયક મંદિરમાં ચઢાવ્યું 35 કિલો સોનું

0
16

મહારાષ્ટ્રમાં આસ્થા અને ભક્તિ માટે સમર્પણનું એક અદ્ભુત ઉદાહરણ જોવા મળ્યું હતું. મુંબઇ સ્થિત લોકપ્રિય સિદ્વિવિનાયક મંદિરમાં એક શ્રદ્વાળુએ લગભગ 35 કિલો વજનનું સોનું ચઢાવ્યું હતું. એ સોનાની કિંમત બજારમાં 14 કરોડ રૂપિયાની આસપાસની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઇએ કે, સિદ્વિવિનાયક મંદિર સૌથી લોકપ્રિય મંદિરોમાંથી એક છે.

અહેવાલો દ્વારા મળતી માહિતી અનુસાર, દિલ્હીના રહેવાસી શ્રદ્વાળુએ અઠવાડિયા પહેલા મંદિરને સોનું દાનમાં આપ્યું હતું. મંદિર સાથે જોડાયેલા લોકોએ જણાવ્યું હતું કે, સિદ્વિવિનાયક મંદિરમાં દર વર્ષે કરોડોનું દાન આવે છે. આ મંદિર મુંબઇના સૌથી ધનિક મંદિરોમાંથી એક છે. શ્રદ્વાળુ દ્વારા દાનમાં મળેલા 35 કિલો સોનાનો મંદિરના દરવાજા અને છત બનાવવા માટે ઉપયોગ કરવામાં આવશે. જોકે, મંદિર સાથે જોડાયેલા લોકોએ દાન આપનાર શ્રદ્વાળુની ઓળખ આપવાની ના પાડી દીધી હતી.

મંદિર સાથે સંકળાયેલા લોકોના જણાવ્યા અનુસાર, 2017માં મંદિરને કુલ 320 કરોડ રૂપિયા દાન મળ્યું હતું. જ્યારે 2019માં આ દાનની રકમ 410 કરોડ રૂપિયા થઈ ગઈ હતી. દાનમાં મળેલી આ રકમનો મોટો હિસ્સો જરૂરિયાતમંદ લોકોની મદદ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. મંદિર પ્રબંધન તરફથી 25000 રૂપિયા સુધીની મદદ કેશના રૂપમાં કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here