લસણ, બદામ અને ફાઈબરયુક્ત ભોજનથી કોલેસ્ટેરોલ અને હ્રદય રોગનું જોખમ ઘટશે, એક્સપર્ટની આ 5 વાતોનું ધ્યાન રાખો.

0
12

કોલેસ્ટેરોલ એક કેમિકલ કમ્પાઉન્ડ છે, તે શરીરની કોશિકાઓના નિર્માણ માટે જરૂરી છે. પરંતુ શરીરમાં તેનું પ્રમાણ વધી જાય તો તે હ્રદય, મગજ અને કિડની માટે જોખમી છે. કોલેસ્ટેરોલ આપણા ભોજનની ટેવને લીધે વધે છે. આપણી ટેવને સુધારીને કોલેસ્ટેરોલને કંટ્રોલ કરી શકાય છે. ડાયટ એન્ડ વેલનેસ એક્સપર્ટ ડૉ. શિખા શર્મા પાસેથી જાણો કોલેસ્ટેરોલ કેવી રીતે કંટ્રોલ કરવું.

સવારની શરુઆત લસણથી કરો

લસણમાં રહેલા તત્ત્વો LDL એટલે કે ખરાબ કોલેસ્ટેરોલને ઓછું કરવામાં મદદ કરે છે. એક રિસર્ચ પ્રમાણે, નિયમિત લસણ ખાવાથી LDLના સ્તરમાં 9% ઘટાડો થઇ શકે છે. રોજ સવારે ખાલી પેટે લસણની બે કળીઓ ચાવીને ખાવાથી ફાયદો થશે.

ચા પીતા પહેલાં બદામ ખાઓ

બદામમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે, તે ખરાબ કોલેસ્ટેરોલને ઘટાડવા અને સારા કોલેસ્ટેરોલને વધારવામાં મદદ કરશે. રાતે પલાળેલી બદામ સવારે ચાથી આશરે 20 મિનિટ પહેલાં ખાવી જોઈએ. પાણીમાં બદામ પલાળવાથી તેમાં રહેલા ફેટી તત્ત્વોનો નાશ થાય છે.

રોજ 5થી 6 બદામ ખાવી પૂરતી છે. તેનો એક મહિનાનો એટલો જ ખર્ચ આવશે જેટલો કોલેસ્ટેરોલ ઘટાડવાની દવાનો આવે છે. બદામ સાથે અખરોટ ખાવાથી પણ ડબલ ફાયદો થશે. કાજુની અવગણના કરવી જોઈએ.

ભોજનમાં વધારેમાં વધારે ફાઈબર લેવું

નાસ્તાથી લઈને ડિનર સુધી તમે જે પણ ખાઓ છો તે બધું ફાઈબરયુક્ત હોવું જોઈએ. રોજ બંને સમયના ભોજનમાં સલાડ સામેલ કરવું જોઈએ. સલાડમાં સામેલ દરેક પ્રકારની શાકભાજીઓ જેમ કે ડુંગળી, મૂળો, ગાજર અને બીટ ફાઈબર્સથી ભરપૂર છે. ઓટ્સ, સ્પ્રાઉટ્સ અને શક્કરીયામાં પણ વધારે ફાઈબર હોય છે. તેને નાસ્તામાં સામેલ કરો. સંતરા, પપૈયું, ચીકુ જેવા ફળ સારા ફાઈબરના સ્ત્રોત હોય છે.

બહારની તેલમાં તળેલી વસ્તુઓ ન ખાઓ

ટ્રાન્સફેટના સતત સેવનને લીધે ખરાબ કોલેસ્ટેરોલ વધી જાય છે અને સારા કોલેસ્ટેરોલનું પ્રમાણ 20% જેટલું ઘટી જાય છે. ટ્રાન્સફેટ મુખ્ય રૂપે ડીપ ફ્રાઈડ અને ક્રીમવાળી વસ્તુઓમાં વધારે હોય છે. એક જ તેલમાં વારંવાર તળવાથી તેમાં ટ્રાન્સફેટનું પ્રમાણ વધી જાય છે, બહારના ભોજનમાં સામાન્ય રીતે આવા જ તેલનો ઉપયોગ થાય છે. આથી બહારની ડીપ ફ્રાઈડ વસ્તુઓ અવોઈડ કરવી જોઈએ.

વેજીટેબલ પ્રોટીનનું પ્રમાણ વધારો

વેજીટેબલ પ્રોટીન એટલે એવું પ્રોટીન જે વનસ્પતિઓમાંથી મળે છે. આ પ્રોટીન દાળ, રાજમા, ચણા, મગફળી, સોયાબીનમાંથી મળે છે. તેનાથી ખરાબ કોલેસ્ટેરોલ ઝડપથી ઘટે છે અને સારા કોલેસ્ટેરોલનું લેવલ વધે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here