ભારતમાં મગફળી ઉપાડવા માટે ચાઇનાથી પ્રથમ મશીન હળવદ તાલુકાના ખેડૂતે ૨૮ લાખના ખર્ચે ખરીદી કર્યું.

0
10
ભારતમાં મગફળી ઉપાડવા માટે ચાઇનાથી પ્રથમ મશીન હળવદ તાલુકાના ખેડૂત એ ૨૮ લાખ ના ખર્ચે ખરીદીઅને વૈજ્ઞાનિક ઢબે તેમજ આધુનિક સાધન સામગ્રીનો ઉપયોગ કરીને ખેડૂતો ખેતી કરતા થયા છે જેના કારણે ઓછી મહેનતે વધુ વળતર મળે તેવી વ્યવસ્થા ધીમે ધીમે હવે ખેતીમાં ગોઠવાઈ રહી છે જોકે અત્યાર સુધી મગફળી, ચણા, વટાણા સહિતના પાક છે તેને ખેતરમાંથી ઉપાડવા માટે થઈને વધુ પ્રમાણમાં મજૂરોની જરૂર પડતી હતી.
અને ખેડૂતોને મહેનત પણ વધુ કરવી પડતી હતી મંજુર નો ખર્ચ અને સમય નો બગાડ ન  થાય  પરંતુ મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવતા સરંભડા ગામના પ્રગતિશીલ ખેડૂત દ્વારા ચાઇનાથી રૂપિયા ૨૮ લાખના ખર્ચે ખેતરમાંથી મગફળી ઉપાડવા માટે મશીન મંગાવ્યુ છે જે ભારતમાં મગફળી ઉપાડવા માટે ચાઇનાથી પ્રથમ મશીન છે અત્યાર સુધી કોઇપણ નવી કાર આવે એટલે તે પ્રથમ ભારતમાં આવતી હોય છે જો કે, હાલમાં સરંભડા ગામના ખેડુત નીતેશભાઇ પટેલ દ્વારા ચાઇનાથી મોરબી જીલ્લામાં ખેતરમાં એક જ વ્યક્તિને રાખીને મગફળી ઉપાડી શકાય તેવુ ૨૮ લાખની કિંમતનું મશીન મંગાવવામાં આવ્યુ છે આ મશીનથી મગફળી ઉપરાંત ચણા, વટાણા સહિતના પાકને ઝડપથી ઉપાડી શકાશે અને ખેડુતો માટેઆશિર્વાદ સમાન આ અંગે સરભંડા ગામ ના ખેડૂત  નીતેશભાઈ પટેલ ને પુછતા તેવો જણાવ્યું હતું કે આ  મશીનની માહિતી  મને  સોશ્યલ મિડીયાના માધ્યમથી લીધી હતી અને તેના આધારે જ હાલમાં ચાઇનાનું આ મશીન મંગાવવામાં આવ્યુ હતુ તેમ જણાવ્યું હતુ.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS,  હળવદ, મોરબી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here