સુરત : લાલગેટ વિસ્તારમાં રૂપિયાની બબાલમાં પિતાએ NRI પુત્રની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી

0
12

સુરત. કોરોનાના કારણે લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે લાલગેટ પોલીસ મથકમાંથી આજે સવારે જ કર્ફ્યુ હટાવવામાં આવ્યા બાદ પિતાએ સગા એનઆરઆઈ પુત્રની હત્યા કરતાં ચકચાર મચી ગઈ છે. રૂપિયાની બાબતમાં બોલાચાલી થયા બાદ પિતાએ ચપ્પુના ઘા ઝીંકીને પુત્રની હત્યા કરી નાખતાં પોલીસે આરોપી પિતાની અટકાયત કરી વધુ તપાસ આદરી છે.

એકના એક પુત્રની હત્યા

લાલગેટ પોલીસ મથક વિસ્તારમાં પિતાએ એનઆરઆઈ પુત્રની હત્યા કરી છે.રાણી તળાવ ભારબંધવાડ વિસ્તારમા પિતાએ એકના એક પુત્રની હત્યા કરી છે. રૂપિયાની બાબતમાં બોલાચાલી થયા બાદ પિતાએ ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી છે. યુકેમાં રહેતો મણીયાર મોહમ્મદ ઈમરાન માતા પિતાને મળ્યા આવ્યા બાદ તેની હત્યા થઈ છે. લાલગેટ પોલીસે દીકરાની હત્યા કરનાર પિતાને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.બીજી તરફ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here