વડોદરા : સાવલી પોલીસ સ્ટેશનની મહિલા કોન્સ્ટેબલે ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો,

0
0

વડોદરા. સાવલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી 22 વર્ષની મહિલા પોલીસ કોન્સ્ટેબલે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ છે. સાવલી પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલીને વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ કોન્સ્ટેબલ ઘરમાં જ એકલી રહેતી હતી

વડોદરા જિલ્લાના સાવલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી 22 વર્ષની મહિલા પોલીસ કોન્સ્ટેબલ શિલ્પાબેન વિનોદસિંહ દરબાર સાવલીની બી-10, ગોકુલવાટીકા સોસાયટીમાં ભાડેથી એકલી રહેતી હતી. શિલ્પાએ ગત રાત્રી દરમિયાન પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જોકે ઘરમાં કોઇ ન હોવાથી આજે સવારે ઘટનાની જાણ થઇ હતી. ઘટનાની જાણ થતાં જ સાવલી પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને આ મામલે તપાસ હાથ ધરી હતી.

આત્મહત્યાનું કારણ હજી જાણવા મળ્યુ નથી

સાવલી પોલીસ સ્ટેશનની મહિલા પોલીસ કોન્સ્ટેબલ શિલ્પાબેન દરબારે કયા કારણોસર આત્મહત્યા કરી તે હજી સુધી જાણી શકાયુ નથી. પોલીસે તેના પરિવારજનો અને પાડોશીઓની પૂછપરછ શરૂ કરીને આત્મહત્યાનું કારણ જાણવાની દિશામાં તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here