દહેગામ : પલ્લાના મઠ ગામે સરકારનો પાંચમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

0
18

દહેગામ તાલુકાના પલ્લાના મઠ ગામે સરકારનો પાંચમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમમા મોટી સંખ્યામા લાભાર્થીઓ ઉમટી પડ્યા હતા અને સ્થાનિક સરપંચે સારી જહેમત ઉઠાવી સારી સુવિધાઓ આપી.

 

 

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના પલ્લાના મઠ ગામે આજુબાજુના ૫ ગામોના સરકારનો પાંચમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમનુ આયોજન પલ્લાના મઠ પ્રાથમિક શાળા ખાતે કરવામા આવતા આ કાર્યક્રમમા કુલ ૬૫૩ લાભાર્થીઓએ સરકારની મફત યોજનાઓનો લાભ લીધો હતો. અને આજે આ કાર્યક્રમને અનુસરીને દહેગામ મામલતદાર અને ગામના સરપંચે ભારે જહેમત ઉઠાવી હતી અને તેમા જુદી જુદી યોજનાઓ જેવી કે આધારકાર્ડ, ચુંટણીકાડ, રેશનીકાર્ડ, સાત બારની નકલો, આવકના દાખલા તેમજ પશુ પાલન પ્રાથમિક આરોગ્ય કેંદ્ર તેમજ તમામ પ્રકારના સરકારી શાખાઓના વિવિધ કામોનુ આજે લાભાર્થીઓએ સ્થળ ઉપર જ લાભ લેતા લોકોમા ભારે ખુશી વ્યાપી જવા પામી હતી.

બાઈટ : એચ.એલ.રાઠોડ, મામલતદાર, દહેગામ

આજના આ કાર્યક્રમમા દહેગામના મામલતદાર એચએલ રાઠોડ અને નાયબ મામલતદાર જેસી રાવલ તેમજ જુદી જુદી શાખાઓના કર્મચારીઓ હાજર રહેવા પામ્યા હતા. અને પલ્લાના મઠના સરપંચ અને ડેમાલીયાના સરપંચે ભેગા મળીને પોતાના ગામનુ નામ આગળ આવે તેના માટે આવેલા તમામ કર્મચારીઓ માટે સારી સુવિધાઓ આપી હતી તેમજ આ બંને સરપંચો ખડે પગે ઉભા રહીને આવેલા લાભાર્થીઓને તમામ પ્રકારની માહિતી આપી અને આજે ૬૫૩ લાભાર્થીઓએ જુદી જુદી યોજનાઓનો સ્થળ ઉપર જ લાભ લીધો હતો. આજે પલ્લાના મઠ ગામમા આ કાર્યક્રમ યોજાતા ગ્રામજનોમા ભારે ખુશી વ્યાપી જવા પામી હતી. અને આજના આ કાર્યક્રમમા મામલતદાર કચેરીનો સ્ટાફ તેમજ તાલુકા પંચાયતનો સ્ટાફ અને વિવિધ શાખાઓના કર્મચારીઓ આ સેવાસેતુ કાર્યક્રમમા  હાજર રહીને પ્રજાકીય પ્રશ્નોને વાચા આપી હતી.

 

  • આ કાર્યક્રમમા ૬૫૩ જેટલા લાભાર્થીઓએ જુદી જુદી સરકારી યોજનાના લાભ લીધા હતા
  • આજે આ સેવાસેતુ કાર્યક્રમમા મામલતદાર, નાયબ મામલતદાર તેમજ તાલુકા પંચાયતનો સ્ટાફ અને મામલતદાર કચેરીનો સ્ટાફ હાજર રહેવા પામ્યો હતો
  • આ કાર્યક્રમમા પલ્લાના મઠના સરપંચ અને ડેમાલીયાના સરપંચે ખડે પગે ઉભા રહીને પોતાના ગામનુ નામ આગળ આવે તેના માટે ખુબ જ સારી સેવા આપી હતી

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here