દહેગામ : કમાલબંધ વાસણા ગામે સરકારનો પાંચમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

0
34

દહેગામ તાલુકાના કમાલબંધ વાસણા ગામે સરકારનો પાંચમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમમા મોટી સંખ્યામા લાભાર્થીઓ ઉમટી પડ્યા હતા.

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના કમાલબંધ વાસણા ગામે આજુબાજુના ૫ ગામોના સરકારનો પાંચમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમનુ આયોજન કમાલબંધ વાસણા પ્રાથમિક શાળા ખાતે કરવામા આવતા આ કાર્યક્રમમા કુલ ૮૪૪ લાભાર્થીઓએ સરકારની મફત યોજનાઓનો લાભ લીધો હતો. અને આજે આ કાર્યક્રમને અનુસરીને દહેગામ મામલતદાર અને ગામના સરપંચે ભારે જહેમત ઉઠાવી હતી અને તેમા જુદી જુદી યોજનાઓ જેવી કે આધારકાર્ડ, ચુંટણીકાડ, રેશનીકાર્ડ, સાત બારની નકલો, આવકના દાખલા તેમજ તમામ પ્રકારના સરકારી શાખાઓના વિવિધ કામોનુ આજે લાભાર્થીઓએ સ્થળ ઉપર જ લાભ લેતા લોકોમા ભારે ખુશી વ્યાપી જવા પામી હતી.

બાઈટ : એચ.એલ.રાઠોડ, મામલતદાર, દહેગામ

આજના આ કાર્યક્રમમા દહેગામના મામલતદાર એચએલ રાઠોડ અને તાલુકા વિકાસ અધિકારીશ્રી અને નાયબ મામલતદાર જેસી રાવલ અને આશાબેન સુથાર અને દહેગામ સીડીપીઓ ઉર્મીલાબેન પટેલ અને તાલુકા શિક્ષણ અધિકારીશ્રી ગાયત્રીબેન જોશી અને જુદી જુદી શાખાઓના કર્મચારીઓ હાજર રહેવા પામ્યા હતા. અને આજે ૮૪૪ ઉપર લાભાર્થીઓએ જુદી જુદીયોજનાઓનો સ્થળ ઉપર જ લાભ લીધો હતો. આજે કમાલબંધ વાસણા ગામમા આ કાર્યક્રમ યોજાતા ગ્રામજનોમા ભારે ખુશી વ્યાપી જવા પામી હતી. અને આજના આ કાર્યક્રમમા મામલતદાર કચેરીનો સ્ટાફ તેમજ તાલુકા પંચાયતનો સ્ટાફ અને વિવિધ શાખાઓના કર્મચારીઓ આ સેવાસેતુ કાર્યક્રમમા  હાજર રહીને પ્રજાકીય પ્રશ્નોને વાચા આપી હતી. અને આમ આજે કમાલબંધ વાસણા ગામે મોટી સંખ્યામા આ સેવાસેતુ કાર્યક્રમમા લાભાર્થીઓ હાજર રહેવા પામ્યા હતા. આ કાર્યક્રમમા ગામના સરપંચ જગદીશભાઈ પ્રજાપતીએ ભારે જહેમત ઉઠાવી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

  • દહેગામ તાલુકાના કમાલબંધ વાસણા ગામે સરકારનો પાંચમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
  • આ કાર્યક્રમમા ૮૪૪ જેટલા લાભાર્થીઓએ જુદી જુદી સરકારી યોજનાના લાભ લીધા હતા
  • આજે આ સેવાસેતુ કાર્યક્રમમા મામલતદાર, નાયબ મામલતદાર તેમજ તાલુકા પંચાયતનો સ્ટાફ અને મામલતદાર કચેરીનો સ્ટાફ હાજર રહેવા પામ્યો હતો

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here