દહેગામ તાલુકાના વટવા ગામે સરકારનો પાંચમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

0
43

દહેગામ તાલુકાના વટવા ગામે સરકારનો પાંચમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમમા મોટી સંખ્યામા લાભાર્થીઓ ઉમટી પડ્યા હતા.

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના વટવા  ગામે આજુબાજુના ૫ ગામોના સરકારનો પાંચમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમનુ આયોજન વટવા  પ્રાથમિક શાળા ખાતે કરવામા આવતા આ કાર્યક્રમમા મોટી સંખ્યામા આ વિસ્તારના લાભાર્થીઓએ સરકારની મફત યોજનાઓનો લાભ લીધો હતો. અને આજે આ કાર્યક્રમને અનુસરીને દહેગામ મામલતદાર અને તાલુકાવિકાસ અધિકારી અને કર્મચારીએ ભારે જહેમત ઉઠાવી હતી અને તેમા જુદી જુદી યોજનાઓ જેવી કે આધારકાર્ડ, ચુંટણીકાડ, રેશનીકાર્ડ, સાત બારની નકલો, આવકના દાખલા તેમજ તમામ પ્રકારના સરકારી શાખાઓના વિવિધ કામોનુ આજે લાભાર્થીઓએ સ્થળ ઉપર જ લાભ લેતા લોકોમા ભારે ખુશી વ્યાપી જવા પામી હતી.

આજના આ કાર્યક્રમમા દહેગામના ધારાસભ્યશ્રી બલરાજસિંહ ચૌહાણ, મામલતદાર એચએલ રાઠોડ અને તાલુકા વિકાસ અધિકારી રુબીસિંહ રાજપુત, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી કનુભાઈ પટેલ અને વટવા ગામના તલાટી કમમંત્રી હીતેશભાઈ પટેલ અને વાસણા રાઠોડના ગફુલભાઈ દેસાઈ અને બાબુભાઈ ઠાકોર આ કાર્યક્રમમા હાજર રહેવા પામ્યા હતા. અને આજે દહેગામ મામલતદાર કચેરીનો રેવન્યુ સ્ટાફ હડતાલ ઉપર હોવા છતા મામલતદારશ્રીએ ભારેમ જહેમત ઉઠાવાની આ આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

બાઈટ : બલરાજસિંહ ચૌહાણ, ધારાસભ્ય, દહેગામ

વટવા ગામમા આ કાર્યક્રમ યોજાતા ગ્રામજનોમા ભારે ખુશી વ્યાપી જવા પામી હતી. આ કાર્યક્રમમા મામલતદાર કચેરીનો સ્ટાફ તેમજ તાલુકા પંચાયતનો સ્ટાફ અને વિવિધ શાખાઓના કર્મચારીઓ આ સેવાસેતુ કાર્યક્રમમા હાજર રહીને પ્રજાકીય પ્રશ્નોને વાચા આપી હતી. અને આજે આ સેવાસેતુ કાર્યક્રમમા ૧૧૦૦ જેટલા લાભાર્થીઓએ સરકારની જુદી જુદી યોજનાઓના કામોનો લાભ લીધો હતો. વટવા ગામે મોટી સંખ્યામા આ સેવાસેતુ કાર્યક્રમમા લાભાર્થીઓ હાજર રહેવા પામ્યા હતા.

 

  • દહેગામ તાલુકાના વટવા ગામે સરકારનો પાંચમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
  • આ કાર્યક્રમમા ૧૧૦૦ જેટલા લાભાર્થીઓએ જુદી જુદી સરકારી યોજનાના લાભ લીધા હતા
  • આજે આ સેવાસેતુ કાર્યક્રમમા ધારાસભ્ય, મામલતદાર, ટીડીઓ તેમજ અને તાલુકા પંચાયતનો સ્ટાફ અને મામલતદાર કચેરીનો સ્ટાફ હાજર રહેવા પામ્યો હતો
  • રેવન્યુ સ્ટાફ હડતાલ ઉપર હોવા છતા મામલતદારે ભારે જહેમત ઉઠાવીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here