સુશાંત અને રિયા વચ્ચે મારામારી થયેલી, રિયાએ મોબાઇલ નંબર પણ બ્લોક કરેલો

0
0

મુંબઇમાં બોલીવુડના જાણિતા એક્ટર સુશાંતસિંહ રાજપૂતના મોત મામલે રોજ નવા નવા ખુલાસા થઇ રહ્યા છે તો બીજી તરફ ગુંચવણ પણ ઉભી થઇ રહી છે. સુશાંત અને રિયા વચ્ચે મારપીટ થઈ હોવાના અહેવાલો મળી રહ્યા છે. મુંબઇ પોલીસે સુશાંત કેસનો સ્ટેટ્સ રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં દાખલ કર્યો છે. મુંબઇ પોલીસ સુત્રોના જણાવ્યાં પ્રમાણે, મોતનાં થોડા દિવસ પહેલાં જ સુશાંતસિંહ અને રિયા ચક્રવર્તી વચ્ચે એક બીજાનાં પરિવારને ઝઘડો અને મારપીટ પણ થઇ હતી. જે બાદ રિયા સુશાંતનું ઘર છોડીને જતી રહી હતી. રિયાએ સુશાંતનો મોબાઇલ નંબર પણ બ્લોક કરી દીધો હતો. જે બાદ 14 જૂનનાં સુશાંતની લાશ તેના એપાર્ટમેન્ટમાંથી મળી હતી.

સુશાંત સિંહ રાજપૂતના મામલે રોજ નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. કોઈ આમ કહે છે તો કોઈ તેમ કહે છે. મુંબઇ પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર, રિયા ચક્રવર્તીએ તેના સ્ટેટમેન્ટમાં આ વાત જણાવી હતી. એક દિવસ ઘરમાં પાર્ટી હતી જેમાં સુશાંતની બહેન પણ શામેલ હતી. રિયાના જણાવ્યા અનુસાર પાર્ટી પૂર્ણ થયા બાદ સુશાંતની એક બહેન અચાનક તેનાં રૂમમાં આવી અને રીયાની સાથે ફિઝિકલ થવાનો પ્રયાસ કરવા લાગી. રિયાએ તેના સ્ટેટમેન્ટમાં એમ પણ કહ્યું હતું કે, સુશાંતને આ વિશે બીજા દિવસે જણાવ્યું હતું પણ સુશાંતે બધુ જ ઇગ્નોર કરવા કહ્યું. રિયાએ આ સ્ટેટમેન્ટ બાદ સુશાંતની બહેનને તેનો પક્ષ જાણવા બોલાવી પણ હતી. પણ સુશાંતની બહેન મુંબઇ પોલીસ સામે કોઇ ખુલાસો કર્યો નથી અને તે પોલીસ સામે આવી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here