ગભરાયેલા પાકિસ્તાનને લદ્દાખ પાસે તહેનાત કરી રાખ્યું છે ફાઈટર પ્લેન

0
18

જમ્મુ-કાશ્મીર વિશે ભારતે જે નિર્ણય લીધો છે તેનાથી પાકિસ્તાનને ઘણી તકલીફ થઈ રહી છે. પાકિસ્તાન દ્વારા સતત એવા નિર્ણય લેવામાં આવી રહ્યા છે જેનાથી તેથી ગભરામણ સ્પષ્ટ જોવા મળી રહી છે. અત્યાર સુધી પાકિસ્તાને રેલવે અને બસ સેવા રોકવાનો નિર્ણય લીધા પછી રાજકીય સંબંધો પણ તોડવાનો નિર્ણય લીધો હતો. પરંતુ હવે પાકિસ્તાન દ્વારા એવું પગલું લેવામાં આવી રહ્યું છે જે તેના ખરાબ ઈરાદા દર્શાવે છે. પાકિસ્તાને લદ્દાખ પાસે આવેલા તેમના એરબેઝ પર ફાઈટર જેટ તહેનાત કરવાનું શરૂ કરી દીધું છે.

પાકિસ્તાને બોર્ડર વિસ્તારમાં પોતાના તરફથી સેના વધારવાની શરૂ કરી દીધી છે. શનિવારે પાકિસ્તાન તરફથી c-130 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટને સ્કાર્દૂ એરબેઝ પર લાવવાની શરૂઆત કરવામાં આવી છે.

માનવામાં આવે છે કે , પાકિસ્તાન એરક્રાફ્ટમાં અમુક સામગ્રીઓ લઈને આવ્યા છે. આ એરબેઝ ભારતની લદ્દાખ બોર્ડર પાસે આવ્યું છે. ભારતની એજન્સીઓની પાકિસ્તાનની દરેક પ્રવૃતિઓ પર નજર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here