Friday, December 3, 2021
Homeહળવદ : માસ્ક વગરના 400 લોકો પાસેથી 80 હજારનો દંડ વસૂલ્યો.
Array

હળવદ : માસ્ક વગરના 400 લોકો પાસેથી 80 હજારનો દંડ વસૂલ્યો.

કોરોના મહામારીના પગલે સંક્રમણ ફેલાઈ નહીં તે માટે માસ્ક પહેરવું અનિવાર્ય છે. લોકો કોરોનાની ગંભીરતા દાખવવામાં બેદરકારી દાખવી રહ્યાં છે જેના કારણે કાલે હળવદ પોલીસ દ્વારા માસ્ક વગરના 70 લોકો પાસેથી 14 હજાર તેમજ એક સપ્તાહમાં 400 લોકો પાસેથી 80 હજારનો દંડ વસુલી નોંધપાત્ર કામગીરી કરી છે.
હળવદ શહેરમાં બિનજરૂરી નિકળવું કે ટોળાં એકઠાં કરી ગપ્પાં મારવા જાણે આમ બાબત હોય તેમ લોકો નજરે પડતા હોય છે ત્યારે તેમના પર દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું હતું જેના પગલે હળવદ પોલીસ દ્વારા પીઆઈ, પીએસઆઈ સહિતના કાફલાએ માસ્ક વગર ફરતા લોકો પર તવાઈ હાથ ધરી હતી જેમાં 70 લોકો પર દંડાત્મક કાર્યવાહી કરી 14 હજારનો દંડ વસુલ્યો હતો અને તો છેલ્લાં એક સપ્તાહમાં પોલીસ દ્વારા 400 થી વધારે લોકો પાસેથી 80 હજારનો દંડ વસુલી કરી હતી તો સાથે કોરોનાનુ સંક્રમણ ફેલાઈ નહીં તે માટે માસ્ક પહેરવું ફરજિયાત હોવાનું લોકોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું..

રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments