વાપીની જીઆઈડીસીમાં આવેલી એક કંપનીમાં ભીષણ આગ લાગતા ‘બ્રિગેડ કોલ’ જાહેર કરાયો

0
3

વલસાડની વાપી જીઆઈડીસી થર્ડ ફેજમાં આવેલી એક કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા ફાયરબ્રિગેડે બ્રિગેડ કોલ જાહેર કરવાની ફરજ પડી છે.

વાપી જીઆઈડીસી થર્ડ ફેઝમાં આવેલી એચપી ટ્રેડીંગ નામની કંપનીમાં આજે બપોરના સમયે અચાનક આગ ફાટી નીકળતા કંપનીમાં કામ કરી રહેલા કામદારોમાં દોડધામ મચી હતી. ગોડાઉનમાં સોલવન્ટનો જથ્થો પડ્યો હોય આગે ગણતરીની મિનિટોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂરથી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.

‘બ્રિગેડ કોલ’ જાહેર કરવાની ફરજ પડીઆગની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમોએ ઘટનાસ્થલ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. વિકરાળ આગ હોવાના કારણે ફાયરબ્રિગેડ તરફથી બ્રિગેડ કોલ જાહેર કરાયો છે. સ્થલ પર 15થી વધુ ફાયર ફાઈટરો આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here