અમદાવાદ શહેરના મણિનગર ખાતે આવેલી સ્વામિનારાયણ સ્કૂલમાં આગ લાગી છે. જેમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાન છે. ત્યારે ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો છે. તેમજ આગમાં કોઇ જાનહાની થઇ નથી તેવા સમાચાર હાલ મળી રહ્યાં છે.
મણિનગરની સ્વામિનારાયણ સ્કૂલમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ છવાયો છે. જેમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગ્યાનું પ્રાથમિક તારણ છે. તેમાં આગ લાગતા ફાયર વિભાગને જાણ કરતા આગ પર કાબુ મેળવ્યો છે. આગમાં કોઈ જાનહાની થઇ નથી. સ્કૂલમાં ઇલેક્ટ્રીક બોર્ડમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. શાળાના સંચાલકો અને શિક્ષકોએ ફાયર ઉપકરણોથી આગને કાબૂમાં લીધી છે. જેમાં સમગ્ર બનાવમાં કોઈ જાનહાનિ થઇ નથી. તેમજ આગને પગલે વિદ્યાર્થીઓને સલામત સ્થળે ખસેડાયા છે.