દિયોદર : માધવ પ્લાઝા કોમ્પલેક્ષમાં આવેલ વિહત સેલ્સ એજન્સીમાં લાગી આગ,

0
0
દિયોદર : સમગ્ર દેશ માં એક બાજુ કોરોના ની મહામારી ચાલી રહી છે ત્યારે આ મહામારી માં લોકો હાલત કફોડી બની છે.માત્ર જીવન જરૂરિયાત દુકાનો ખોલવામાં આવી રહી છે ત્યારે બનાસકાંઠા ના  દિયોદર માં  આજ સવારે દિયોદર માધવ પ્લાઝા કોમ્પલેક્ષ માં આવેલ વિહત સેલ્સ એજન્સી માં આગ લાગવાનો બનાવ બન્યો હતો.
જો.કે. આગ લાગવાથી ફ્રીજ કુલર એલઇડી ટીવી સહિત ઇલેક્ટ્રોનિક વસ્તુ બળીને ખાખ થઈ હતી કે દુકાનમાં લાગેલી આગમાં અંદાજિત લાખો રૂપિયાનું નુકસાન થયું છે જોકે આ બાબતે દુકાન માલિક મયક ગીરી એ જણાવ્યું હતું કે હું જયારે સવારે દુકાન ખોલી ત્યારે મારી દુકાન માં એલ.ઈ.ડી. ટી. વી સહિત અન્ય ઇલેક્ટ્રોનિક વસ્તુ બળી ને ખાખ થયેલ હતી.આ બનાવને પગલે દિયોદર પોલીસ ઘટનાસ્થળે પહોંચી  આગળની તપાસ હાથ ધરી છે…
અહેવાલ : લલિત દરજી, CN24NEWS, દિયોદર, બનાસકાંઠા 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here