સુરત : કતારગામ વિસ્તારમાં આવેલી ડાઈંગ મિલના મશીનમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા ફાયરબ્રિગેડે કાબૂ મેળવ્યો

0
6

કતારગામ વિસ્તારમાં આવેલી ડાઈંગ મિલમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. આગના ધુમાડા ઊંચે સુધી ઉઠતા આસપાસમાં ભયનો માહોલ સર્જાયો હતો. જેથી ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતાં ઘટના સ્થળે પહોંચીને ફાયરબ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.

6 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ

કતારગામના વસતા દેવડી રોડ પર આવેલી મુન ટેક્ષ ડાઈગ મિલમાં આગ લાગી ગઈ હતી. આગ મશીનના મીટરમાં શોર્ટ સર્કિટના કારણે લાગી ગઈ હતી. બાદમાં આગ પર કાબૂ મેળવવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેથી તાત્કાલિક આગ પર કાબૂ મેળવાઈ જતાં સ્થાનિકોમાં હાશકારાની લાગણી અનુભવાઈ હતી.

કોઈ જાનહાનિ નહી

ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે,વસતા દેવડી રોડ પર મુન ટેક્ષ ડાઈંગ મિલમાં આગ લાગ્યાનો કોલ મળતાં કતારગામ, ઘાંચી શેરી અને કોસાડની ગાડીઓ રવાના થઈ ગઈ હતી. આગ પર પાણીનો મારો ચલાવી કાબૂમાં લેવામાં આવી છે. કૂલીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. કોઈ જાનહાનિ થઈ નથી. શોર્ટ સર્કિટથી આગ લાગી હતી.