દિયોદર : ગેરેજમાં પડેલી કારમાં આગથી અફરાતફરી મચી

0
0

વરસાદી વાતાવરણ વચ્ચે દિયોદરમાં કારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આજે બપોરના સમયે બજાર વચ્ચે આવેલા ગેરેજમાં પડેલી કારમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. આગની ઘટનાથી ઘડીભર તો અફરાતફરીના દ્રશ્યો સર્જાયા હતા. જોકે બાદમાં ગેરેજમાં રહેલા ફાયર સેફ્ટીના સિલિન્ડર અને સ્થાનિકો દ્રારા પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવાયો હતો. સદનસીબે કોઇ જાનહાનિ નહી થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

 

અહેવાલ : લલિત દરજી, CN24NEWS, દિયોદર, બનાસકાંઠા 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here