Thursday, August 5, 2021
No menu items!
Homeસુરત : મોડી રાત્રે દોડતી કારમાં આગ ફાટી નીકળતા અફરાતફરી, ચાલકનો ચમત્કારિક...
Array

સુરત : મોડી રાત્રે દોડતી કારમાં આગ ફાટી નીકળતા અફરાતફરી, ચાલકનો ચમત્કારિક બચાવ

શહેરના અડાજણ ઋષભ ચાર રસ્તા નજીક એક દોડતી કારમાં ધુમાડા નીકળ્યા બાદ આગ લાગી જતા અફરાતફરીનો માહોલ બની ગયો હતો. સોમવારની મોડી રાત્રે બનેલી આ દુર્ઘટના બાદ કાર બળીને ખાખ થઈ ગઈ હતી. કાર ચાલકે સમય સુચકતા વાપરી તાત્કાલિક બહાર ઉતરી જતા ચમત્કારિક બચાવ થયો હતો. જોકે ફાયરના જવાનોએ ઘટના સ્થળે દોડી આવી ગણતરીની મિનિટોમાં બર્નિંગ કાર પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લઈ લીધી હતી.

કારમાં લાગેલી આગ પર સ્થાનિકોએ કાબૂ મેળવવા પ્રયાસ કર્યો હતો
કારમાં લાગેલી આગ પર સ્થાનિકોએ કાબૂ મેળવવા પ્રયાસ કર્યો હતો

 

કારના બોનેટમાંથી ધુમાડો નીકળ્યા બાદ આગ લાગી

નીતિનભાઈ ડુંગરાણી (કાર માલિક) એ જણાવ્યું હતું કે તેઓ મોટા વરાછા સહજાનંદ સોસાયટીમાં રહે છે અને ડાયમંડના જોબવર્ક સાથે સંકળાયેલા છે. સોમવારની મોડી રાત્રે વરના કાર (GJ-16-VV-7581) લઈ અડાજણ આવ્યો હતો. જ્યાંથી ડીઝલ ભરાવી માહાલક્ષ્મી ડેરીમાં કોકો લેવા ગયો હતો. જોકે, ડેરી બંધ હોવાથી પરત ફરતી વખતે ઋષભ ચાર રસ્તા નજીક કારમાં દુર્ગંધ મારતા કાર રોડ બાજુએ ઉભી કરી હું ઉતરી ગયો હતો. ત્યારબાદ અચાનક કારના બોનેટમાંથી ધુમાડો નીકળ્યા બાદ આગ લાગી ગઈ હતી. જેથી ફાયરને ફોન કરી ઘટનાની માહિતી આપી હતી.

રોડ પર સળગતી કારને લઈને મોટી સંખ્યામાં લોકો એકઠાં થઈ ગયા હતા
(રોડ પર સળગતી કારને લઈને મોટી સંખ્યામાં લોકો એકઠાં થઈ ગયા હતા)

 

લોકોની ભીડ ભેગી થઈ જતા પોલીસ પણ દોડી આવી

ફાયર કન્ટ્રોલે જણાવ્યું હતું કે, કોલ લગભગ રાત્રે 11.11 મિનિટનો હતો. કારમાં આગ લાગી ગઈ હોવાની જાણ બાદ ફાયરના જવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા અને કારની આગ પર પાણીનો મારો કરી આગને કાબૂમાં લઈ લીધી હતી. જોકે, ઘટનાને લઈ લોકોની ભીડ ભેગી થઈ જતા પોલીસ પણ દોડી આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments