સુરત : અમરોલી-સાયણ રોડ પર આવેલી અજની ઇન્ડસ્ટ્રીના એક કારખાનામાં આગ, ફાયર ઘટના સ્થળે

0
0

સુરત. અમરોલી-સાયણ રોડ પર આવેલી અજની ઇન્ડસ્ટ્રીના એક કારખાનામાં અચાનક આગ ફાટી નીકળી છે. કારખાનાની બિલ્ડીંગનો આખો ત્રીજા માળ આગની લપેટમાં આવી જતા કારીગરોમાં ભાગદોડ મછી ગઈ છે. ફાયર વિભાગને જાણ થતા ફાયર ફાઈટરનો કાફલો ઘટના સ્થળ પહોંચ્યો છે. આગે વિકરાળ રૂપ ધારણ કરતા કોસાડ અને કતારગામની ફાયર વિભાગની ગાડીઓ પણ પહોંચી છે. પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યો છે. જ્યારે હજુ સુધી જાનહાનિના અહેવાલ ન હોવાથી રાહત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here