વડોદરા : ભાયલીમાં ગેસ લાઈનમાં ભંગાણ થતાં આગ ફાટી નીકળી : 4 કલાક ગેસ પુરવઠો ખોરવાયો.

0
0

વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાંથી પસાર થતી વડોદરા ગેસ કંપનીની ગેસ લાઈનમાં આગ લાગવાની ઘટના બની હતી. બનાવની જાણ થતાં વડોદરા ફાયર બ્રિગેડના ફાયર ફાઈટરો સ્થળ પર દોડી ગયા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનાને લઈને દક્ષિણ વિસ્તારના અંદાજે 3 હજાર ગ્રાહકોના ઘરે 4 કલાક સુધી ગેસ પુરવઠો ખોરવાયો હોવાનું જાણવા મળ્યું છે.

ગેસ ઓછો મળતા ગૃહિણીઓ મુશ્કેલીમાં મૂકાઇ

વડોદરા શહેરના ભાયલીમાં દક્ષિણ વિસ્તારમાં ગેસ પુરવઠો પૂરો પડતી ગેસ લાઈનમાં ભંગાણ થતાં આગ હતી. વડોદરા ફાયર બ્રિગેડ અને ગેસ વિભાગને જાણ કરતા ટીમો દોડતી થઇ હતી. હાલ ગેસ કંપની ત્વરિત અસરથી સમારકામ હાથ ધરી પુનઃ ગેસ પુરવઠો કાર્યરત કરવાનો પ્રયાસ કરી રહી છે, તો બીજી તરફ હરણી ગેસ લાઈનમાંથી ગ્રાહકોને ગેસ પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે, જેના કારણે ઘણા વિસ્તારોમાં ગેસ બંધ રહેતા તેમજ ઘણા વિસ્તારોમાં ગેસ ઓછો મળતા ગૃહિણીઓ મુશ્કેલીમાં મૂકાઇ હતી.

70 હજાર લોકોને અસર થઈ

ગેસ પુરવઠાને અસર થતાં ગૃહિણીઓને રસોઈ બનાવવામાં પણ મોડું થયું હતું. ગેસ પુરવઠો બંધ થવાના કારણે અંદાજે 70 હજાર લોકોને અસર પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here