અમદાવાદ : પીરાણા-પીપળજ રોડ પર આવેલા કાપડના ગોડાઉનમાં આગ : 4 ના મોત : ફાયરબ્રિગેડની 24 ગાડીઓ ઘટનાસ્થળે.

0
17

શહેરના પીરાણા-પીપળજ રોડ પર આવેલા કાપડના ગોડાઉનમાં આગની ઘટના બની છે. જેને પગલે ફાયરબ્રિગેડની આઠ જેટલી ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. કાપડના ગોડાઉનમાં આગ લાગતા એક દીવાલ પડી ગઈ હતી. જેમાં 12 જેટલા લોકો ફસાયા હતા. આ 12માંથી 4ના મોત થઈ ગયા છે. જ્યારે ફાયરની ટીમ દ્વારા હાલ રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી રહી છે. હાલ ફાયર બ્રિગેડની 24 ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here