અમરેલી શહેરમાં મોડી રાતે અંદાજે બે વાગ્યે આસપાસ ફાયર કંટ્રોલમાં આગ લાગી હોવાનો ટેલિફોનિક કોલ આવતા ફાયર વિભાગના ફાયર ઓફિસર સહિત તમામ જવાનો શહેરના મધ્યમાં આવેલ નેપ્ચુન ઇન હોટલમાં પોહચતા અહીં આગ અને હોટલ અંદર મોટા મોટા ધુમાડાના કારણે અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. અમરેલી ફાયર વિભાગની ટીમ પાસે અત્યાધુનીક સુવિધામાં આધાનો કાર્યરત હોવાને કારણે 10 મીટરની ઊંચાઈએથી 20 જેટલા માણસોના ઉપરના માળેથી સીધા રેસ્ક્યુ ઓપરેશન કરી બચાવી લીધા જેના કારણે લોકોએ રાહત અનુભવી હતી.
અતિ ભરચક વિસ્તારમાં હોટલ આવેલી છે જ્યાં આગની ઘટનાના કારણે ભારે ભાગ દોડ અને દેકારો મચ્યો હતો. જોકે, ફાયર વિભાગની મહત્વ પૂર્ણ કામગીરીના કારણે આગ પણ કંટ્રોલ કરી દેવાઇ હતી. અમરેલી ફાયર ઓફિસર એચ.સી.ગઢવીએ જણાવ્યું હતું કે, હોટલમાં આગ લાગ્યાનો કંટ્રોલમાં ફોન આવતા અમરેલી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પોહચી અને 20 જેટલા માણસોના રેસ્ક્યુ કરી બહાર કઢાયા છે સદનસીબે કોઈને જાન હાનિ થઈ નથી આગ પણ બુઝાવી સંપૂર્ણ કંટ્રોલ કરી દીધી હતી.