Wednesday, December 8, 2021
Homeઅમદાવાદ : CTM વિસ્તારમાં આવેલ ATM માં લાગી આગ, કેશ સહિત મશીન...
Array

અમદાવાદ : CTM વિસ્તારમાં આવેલ ATM માં લાગી આગ, કેશ સહિત મશીન બળીને ખાખ,

ઇન્ડિયન બેંકના ATMમાં લાગી આગ, આગ વધુ પ્રસરે તે પહેલા ફાયર બ્રિગેડે કાબૂ મેળવી લીધો.

અમદાવાદના સીટીએમ વિસ્તારમાં આવેલા ઇન્ડિયન બેન્ક આગ લાગી હતી. આગમાં એટીએમ મશીન સહિત મશીનની અંદરની કેશ પણ બળીને ખાખ થઈ ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.

વિગતો મુજબ, સીટીએમ વિસ્તારમાં એક્સપ્રેસ હાઇવે પર કર્ણાવતી બંગ્લોઝના ગેટ પાસે ઇન્ડિયન બેન્કનું એટીએમ આવેલું હતું. આજે સવારે અચાનક એટીએમમાં આગ લાગી હતી અને મશીન સહિત રોકડ રકમ બળીને ખાખ થઈ ગઈ હચી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી, આગને કાબૂમાં લીધી હતી.

મહત્વની વાત એ છે કે આગ વધુ પ્રસરે તે પહેલા ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવી લીધો હતો. એટીએમમાં કેટલા રૂપિયા હતા તે હાલ જાણી શકાયું નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments