વડોદરા : હોસ્પિટલમાં દાખલ કોરોના સંક્રમિત દર્દીના બંધ મકાનમાં આગ.

0
0

વડોદરા શહેરના વાડી વિસ્તારમાં આવેલી વચલી પોળના બંધ મકાનમાં આજે આગ લાગી હતી. જેને પગલે વચલી પોળમાં અફરાતફરી મચી ગઇ હતી. જોકે ફાયર બ્રિગેડના જવાનોએ સ્થળ પર પહોંચી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો અને મકાનમાં કોઇ ન હોવાથી જાનહાનિ ટળી ગઇ હતી.

વચલી પોળમાં અફરાતફરી મચી ગઇ હતી
વચલી પોળમાં અફરાતફરી મચી ગઇ હતી
પરિવારના બે સભ્યો બીજા મકાનમાં હોમ ક્વોરન્ટીન થયેલા છે
વડોદરા શહેરના વાડી વિસ્તારમાં આવેલી વચલી પોળના એક બંધ મકાનમાં અચાનક આગ લાગતાં નાસભાગ મચી ગઇ હતી. આ બનાવની જાણ કરવામાં આવતા દાંડિયા બજાર ફાયર સ્ટેશનના લાશ્કરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પાણીનો મારો ચલાવીને આગ બુઝાવી દીધી હતી. વાડી વચલી પોળમાં રહેતા કમલેશભાઇ શાહ કોરોના સંક્રમિત હોવાથી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, જ્યારે પરિવારના બે સભ્યો બીજા મકાનમાં હોમ ક્વોરન્ટીન થયેલા છે, જ્યારે તેમના મકાનની બાજુમાં પણ બે વ્યક્તિઓ કોરોનાગ્રસ્ત છે.
આગને પગલે લોકોના ટોળેટાળા એકત્ર થઇ ગયા હતા
આગને પગલે લોકોના ટોળેટાળા એકત્ર થઇ ગયા હતા

ઘરમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન

કમલેશભાઇના બંધ મકાનમાં આગ લાગતાં વિસ્તારના રહીશો ભેગા થયા હતા અને ફાયરબ્રિગેડને જાણ કરી હતી. જેથી તત્કાલ દાંડિયાબજાર ફાયર સ્ટેશનના જવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. આગની ઘટનામાં ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી.

વાડી વિસ્તારની વચલી પોળના મકાનમાં આગ લાગતા ઘરવખરી બળીને ખાખ થઈ
વાડી વિસ્તારની વચલી પોળના મકાનમાં આગ લાગતા ઘરવખરી બળીને ખાખ થઈ

સ્થાનિક કાઉન્સિલર સ્થળ પર દોડી ગયા

સ્થાનિક કાઉન્સિલર વિજય પવારે જણાવ્યું હતું કે, શહેરના વાડી વિસ્તારમાં કોરોના પોઝિટિવ દર્દીના બંધ મકાનમાં આજે અચાનક આગ લાગી હતી, જોકે સદનસીબે ઘરમાં કોઇ ન હોવાથી જાનહાનિ થઇ નહોતી અને ફાયર બ્રિગેડની ટીમે પહોંચીને આગ બુઝાવી દીધી હતી.

ફાયર બ્રિગેડની ટીમે પહોંચીને આગ બુઝાવી દીધી
ફાયર બ્રિગેડની ટીમે પહોંચીને આગ બુઝાવી દીધી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here