- Advertisement -
વધતા જતા કોરોના સંક્રમણ વચ્ચે દેશમાં એક પછી એક કોરોના હોસ્પિટલોમાં લાગી રહેલી આગની ઘટનાઓ ચિંતાનો વિષય બની છે.
મળતી વિગતો પ્રમાણે હવે લેટેસ્ટ મામલામાં મધ્યપ્રદેશના ઉજ્જૈનની એક પ્રાઈવેટ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં આગ લાગી છે. આગ લાગી ત્યારે તેમાં 80 જેટલા દર્દીઓ દાખલ હતા. જેમાંથી 24 કોરોના પોઝિટિવ પેશન્ટ હતા. જાણકારી પ્રમાણે 3 કોરોના પોઝિટિવ પેશન્ટ ગંભીર રીતે દાઝી ગયા છે. આ પૈકી એક દર્દીની હાલત ગંભીર બતાવાઈ રહી છે. આગ લાગવાના પાછળના કારણની હાલમાં જાણકારી મળી નથી.
ઉજ્જૈનમાં પણ અન્ય શહેરોની જેમ કોરોના સંક્રમણ અટકી રહ્યુ નથી. સરકારે ઉજ્જૈનમાં પણ દર રવિવારે લોકડાઉન લગાવવાની જાહેરાત કરેલી છે. કોરોના વાયરસના કારણે ઉજ્જૈનમાં અત્યાર સુધીમાં 6000 કરતા વધારે લોકો સંક્રમિત થઈ ચુક્યા છે.