Tuesday, April 16, 2024
Homeગોંડલ : વાસાવડ માં કટલેરીની બે દુકાનમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા...
Array

ગોંડલ : વાસાવડ માં કટલેરીની બે દુકાનમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા અફરાતફરી.

- Advertisement -

ગોંડલ તાલુકાના વાસાવડ ગામે ગાંધી ચોકમાં આવેલી કામદાર બ્રધર નામની ફારૂકભાઇ કામદારની બે દુકાનોમાં આજે સોમવારે સવારે 11 વાગ્યાની આસપાસ શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી હતી.

આગને કારણે ધૂમાડાના ગોટેગાટા નીકળતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. જો કે, આ અંગે ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર ફાઈટર ઘટનાસ્થળે દોડી આવી આગ કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા છે. આગને કારણે કોઈ જાનહાનિના થઇ નથી.

આગથી ધૂમાડાના ગોટેગોટા નીકળ્યા.
આગથી ધૂમાડાના ગોટેગોટા નીકળ્યા.

 

દુકાનમાં રહેલો 2થી 3 લાખનો મુદ્દામાલ બળીને ખાખ

આગ કાબૂમાં આવે તે પહેલા દુકાનમાં રહેલો 2થી 3 લાખ રૂપિયાનો મુદ્દામાલ બળીને ખાખ થઇ ગયો છે. આગની જાણ થતાં ગ્રામજનો એકઠા થઇ ગયા હતા અને પાણીનો મારો ચલાવ્યો હતો. પરંતુ આગ વિકરાળ હોય કાબૂમાં ન આવતા ગોંડલ ફાયર ફાઈટરને જાણ કરવામાં આવી હતી. ફાયર ફાયટરોએ દોડી જઇ આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા પ્રયત્નો હાથ ધર્યા છે. નાના એવા વાસાવડ ગામમાં ગાંધી ચોકમાં વર્ષો જૂની કટલેરીની પેઢી હોય વિકરાળ આગે સમગ્ર દુકાનને ભસ્મીભૂત કરી નાખતા આ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular