VIDEO : ‘કુમ કુમ ભાગ્ય’ના સેટ પર લાગી આગ, માંડ માંડ બચ્યા તમામ સ્ટાર્સ

0
8

શનિવારે ટીવી સીરિયલ કુમકુમ ભાગ્યના સેટ પર મોટો અકસ્માત થયો હતો. શૂટિંગ દરમિયાન શોમાં આગ લાગી હતી, ત્યારબાદ સિરિયલની આખી ટીમમાં હંગામો મચી ગયો હતો. મુંબઈ સાકી નાકાના કિલિક નિકસન સ્ટુડિયોમાં ‘કુમકુમ ભાગ્ય’નું શૂટિંગ ચાલી રહ્યું હતું. દરમિયાન સેટમાં આગ લાગી હતી, આ દરમિયાન શોમાં મુખ્ય ભૂમિકા ભજવી રહેલા શ્રૃતિ ઝા અને શબ્બીર આહલુવાલિયા સહિતના સ્ટાર્સ સેટ પર હાજર હતા, પરંતુ બધા મોટો અકસ્માત થતાં માંડ માંડ બચી શક્યા હતા.

https://www.instagram.com/p/CCydjxfHzUl/?utm_source=ig_embed

ચાલુ શૂટિંગે લાગી આગ

એવું કહેવામાં આવી રહ્યું છે કે, જ્યારે આ દુર્ઘટના બની હતી, ત્યારે શૂટિંગ ચાલી રહ્યું હતું, જેના કારણે ઘણા લોકો સેટ પર હાજર હતા. સીરિયલના સેટ પર લાગેલી આગનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં સેટ પર અરાજકતા જોવા મળી હતી. સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ પણ તેના ઇન્સ્ટાગ્રામ પર આનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં સેટ પર નાની આગ ઝડપથી વધતી જોઈ શકાય છે. જો કે આ આગમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ શોના સભ્યોમાં ચોક્કસપણે ગભરાટ થઈ ગયો હતો.

તમામ એક્ટર્સ સહિ સલામત

સેટ પર આગની જાણ થતાંની સાથે જ શોના તમામ એક્ટર અને ક્રૂ મેમ્બર્સને સમયસર બહાર નિકળી ગયા હતા. અને તમામને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા હતાં. આગ લગાડવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું જણાવાયું છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here