- Advertisement -
દેવભૂમિ દ્વારકા જીલ્લામાં મોવાણ ગામે મગફળીના ભૂકામાં આગ લાગવાની ઘટના સામે આવી છે…ખંભાળિયા તાલુકાના મોવાણ ગામે પી. જી.વી. સી એલની બેદરકારી જોઈ શકાય છે….ઉલ્લેખનીય છે કે વીજ પોલ પર બે વાયરો સ્પાર્ક થતા તણખા પડતા નીચે મકાન પાસે પડેલા મગફળીના ભુકામા લાગી હતી આગ…
ભુકામા આગ લાગવાથી ભૂકો બળીને ખાખ ખેડૂતને 1લાખથી વધુનું નુકસાન થયું છે…ફાયર વિભાગની ઘટના સ્થળે પહોંચી આગ ને કાબુમા લીધી..પ્રિમોન્સૂન કામગીરીની ખુલી પોલ એક પછી એક વીજ વાયરોની ઘટનામા થઈ રહ્યો છે વધારો..
આગ લાગતા જ તાત્કાલિક ફાયર ટીમને જાણ કરવામાં આવી હતી.. અને ફાયર ટીમે ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી છે.. પીજીવીસીએલની પ્રિમોન્સુન કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે…. મહત્વનું છે કે વીજપોલ સ્પાર્ક થવાથી અનેક જગ્યાએ આગના બનાવો અવારનવાર બને છે.
રિપોર્ટર : સંજય મર્દનીયા cn24 News જામનગર