- Advertisement -
રહેણાક મકાનમાં એકાએક આગ ભભૂકી ઉઠી
રસોડાનો સંપૂર્ણ ભાગ બળીને થયો ખાખ
ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર મેળવાયો કાબુ
અરવલ્લી જીલ્લાના મોડાસાના રહેણાક વિસ્તાર એવા માણેકબાગ સોસાયટીના એક મકાનમાં ગતસાંજના સુમારે એકાએક આગની ઘટના બનવા પામી હતી. ઘરના સદસ્ય ઘરમાં હતા એ સમયે રસોડાના ભાગમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળી આવ્યા હતા. જેને લઇ આસપાસના સ્થનિકો દ્વારા પાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગે તરત જ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લેવામાં આવી હતી. આગના કારણે રસોડાનો સંપૂર્ણ ભાગ બળીને ખાખ થઈ ગયો હતો. આગ બીજા વિભાગોમાં ફેંલાય એ પહેલાં ફાયર વિભાગે દ્વારા કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. જોકે આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી. હાલ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુંમાન લગાવવામાં આવ્યું હતું.