દિલ્હીના તોફાન ગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેશે કોંગ્રસની પાંચ સભ્યોની ટીમ, સોનિયા ગાંધીને અહેવાલ સોંપશે

0
7

દિલ્હીમા થયેલી હિંસામા અત્યાર સુધી ૩૮ લોકોના મોત થયા છે. તેવા સમયે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પાર્ટીના નેતાઓનું એક પ્રતિનિધિમંડળ દિલ્હીના તોફાન પ્રભાવિત વિસ્તારોની મુલાકાત માટે નિયુક્ત કર્યું છે. આ પ્રતિનિધિ મંડળમા કોંગ્રેસ નેતા મુકુલ વાસનિક, તારીક અનવર, સુષ્મિતા દેવ, શકિતસિંહ ગોહિલ અને કુમારી શેલજાનો સમાવેશ થાય છે. આ પ્રતિનિધિ મંડળ દિલ્હીના તોફાન ગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈને લોકોને સાંભળશે તેની બાદ એક વિસ્તૃત અહેવાલ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને સુપત્ર કરશે.

ઉલ્લેખનીય છે કે આ પૂર્વે, દિલ્હીમા ભડકેલી હિંસા બાદ ગુરુવારે સોનિયા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ સહિતના નેતાઓએ રાષ્ટ્રપતિને આવેદન પત્ર સુપત્ર કર્યું હતું. રાષ્ટ્રપતિને મળ્યા બાદ સોનિયા ગાંધીએ વાતચીતમા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની બેદરકારીને લીધે હિંસા વધી છે. દિલ્હીમા ભડકેલી હિંસાને રોકવામા સરકાર નિષ્ફળ રહી છે.

નોર્થ ઇસ્ટમા થયેલી હિંસામા અત્યાર સુધી ૩૪ લોકોના મોત થયા છે. રાષ્ટ્રપતિને ગુહમંત્રીને હટાવવાની માંગ કરવામા આવી છે. યોગ્ય સમયે પગલા ના લેતા દિલ્હીમા હિંસા ભડકી છે અમે આશા રાખીએ છીએ કે રાષ્ટ્રપતિ આ અંગે જરૂર પગલા લેશે.જયારે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે સરકાર પર હુમલો કરતા જણાવ્યું કે દિલ્હીમા જે થયું તે શરમજનક છે.

આ પૂર્વે , સોનિયા ગાંધીએ કહ્યું હતું કે ભાજપના નેતાઓને ભડકાઉ ભાષણ આપીને આ પ્રકારનો માહોલ બનાવ્યો છે. ભાજપના નેતા અલ્ટીમેટમ આપીને કહે છે કે ત્રણ દિવસ આપણે કશું કહેવાનું નથી. દિલ્હી પોલીસે જાણીજોઈઈને કાર્યવાહી ના કરતા અત્યાર સુધી ૨૦ લોકોના મોત થયા છે. ઉત્તર પૂર્વ દિલ્હીમા ચારે તરફ હિંસા ફેલાઈ રહી છે. કોંગ્રેસ પાર્ટી પીડિતોની સાથે છે. અમે પ્રાર્થના કરીએ છે કે લોકો ઝડપથી સ્વસ્થ થાય. અમારું માનવું છે કે દિલ્હીની વર્તમાન સ્થિતિ માટે અમિત શાહ જવાબદાર છે. તેમણે આની જવાબદારી લઈને રાજીનામું આપી દેવું જોઈએ. આમા રાજય સરકારની પણ જવાબદારી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here