અમદાવાદ : સરદાર પટેલ રિંગરોડ ખાતે 17.85 કરોડના ખર્ચે તૈયાર કરાશે ફૂટ ઓવર બ્રિજ

0
7

અમદાવાદ શહેરમાં દિનપ્રતિદિન ટ્રાફિકની સંખ્યામાં નોધપાત્ર વધારો થઇ રહ્યો છે.ત્યારે અમદાવાદ વધુ એક ફૂટ ઓવર બ્રિજની કામગીરી યુદ્ધના ધોરણે શરુ કરવામાં આવી છે. વસ્ત્રાલ ખાતે આ બ્રિજનું નિર્માણ કરવામાં આવશે. જેનું ખાતમુર્હત ગઈકાલે ગૃહરાજ્યમંત્રી પ્રદીપ સિંહ જાડેજાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રદીપ સિંહ જાડેજાની સાથે વસ્ત્રાલના કાઉન્સીલર પરેશ પટેલ સહીત ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

વસ્ત્રાલ રિંગરોડ મેટ્રો ચાર રસ્તા જયાં મુખ્યમેટ્રો સ્ટેશન પણ આવેલ છે અને સાથે-સાથે મુંબઈ ઇન્દોર જેવા વ્યસ્ત હાઈવેને સાંકળે છે માટે વસ્ત્રાલની જનતા માટે રોડક્રોસ કરવામાં તકલીફ ન પડે તે માટે સરદાર પટેલ રિંગરોડ પર 17.85 કરોડના ખર્ચે ફૂટ ઓવર બ્રિજ (પેડેસ્ટ્રીયલ બ્રિજ) નું કામ વસ્ત્રાલ મેટ્રો જંકશન ખાતે ઔડા દ્વારા ચાલુ કરાવવામાં આવેલ છે.

હવે અમદાવાદની જનતાને ટ્રાફિકની મુક્તિ મળશે તેવું કહી શકાય કારણ કે આ બ્રીજ બનાવા પાછળનો મુખ્ય હેતુ અમદાવાદની જનતાની સુખાકારી માટેનો છે.સાથે સાથે અમદાવાદના લોકો માટે આ એક રાહતના સમાચાર કહી શકાય.આ બ્રિજનું કામ ઝડપથી ચાલી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here