રાધનપુર : મોહસીને એ આઝમ મિશન અને આસ્થા હોસ્પિટલના સહયોગથી ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

0
3

અનેક જગ્યાએ ગરીબ દર્દીઓ માટે ફ્રી માં મેડિકલ કેમ્પ કરી નિદાન કરવામાં આવે છે. ત્યારે રાધનપુરમાં પણ મોહસીને આઝમ મિશન તેમજ આસ્થા હોસ્પિટલના સહયોગથી ફ્રી માં નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બી.પી, ડાયાબિટીસ, ઓર્થોપેડિક જેવી અનેક બીમારીઓનું મેડિકલ ચેકપ કરી ફ્રી માં દવાઓ આપવામાં આવી હતી. જેમાં 100 થી વધારે દર્દીઓએ લાભ લીધો હતો. આ ફ્રી નિદાન કેમ્પની લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી.

જેમાં ફિઝિશિયન ડોકટર રમેશ ભાઈ પટેલ સાહેબ,અનિસભાઈ મનસુરી સાહેબ તેમજ ઓર્થોપેડિક ડોકટર ઋત્વિજ પંચોલી સાહેબ ફ્રી માં સેવા આપી હતી. આ કેમ્પને લઈ મોહસીને આઝમ મિશનના પ્રમુખ ઇમરાન ભાઈ ઘાચી, સેક્રેટરી અકિલ મલેક, ટીનાભાઈ, બાબા કાકા તેમજ મિશનના તમામ સભ્યો દ્વારા સારી એવી મહેનત કરી કેમ્પને સફળ બનાવવામાં આવ્યો હતો.

રિપોર્ટર : અકીલ મલેક, CN24NEWS, રાધનપુર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here