પ્રાંતિજ : કમાલપુર ખાતે સર્જન ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા વિના મૂલ્યે નેત્ર નિદાન-સારવાર કેમ્પ યોજાયો.

0
11

સાબરકાંઠાજિલ્લાના પ્રાંતિજ ના કમાલપુર ખાતે સર્જન ફાઉન્ડેશન દ્વારા વર્ષ નો ૨૫ મો વિનામૂલ્યે નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયો જેમાં કમાલપુર ના ગામજનો સહિત આજુબાજુમાં ૨૦ ગામોના રહેતાં દર્દીઓએ લાભ લીધો હતો.

વર્ષ નો ૨૫ મો નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયો.
કમાલપુર ગામ સહિત આજુબાજુ ગામ માંથી ૬૪૫ દર્દીઓએ લાભ લીધો.
૩૨૮ વ્યક્તિઓએ રાહત દરે ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું.
૧૧૨ દર્દીઓનું મફત ઓપરેશન કરી આપવામાં આવશે.

સર્જન ફાઉન્ડેશન દ્વારા વર્ષ દરમ્યાન ૨૫ જેટલા વિનામુલ્યે નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજવામાં આવે છે જે અનુસાર ચાલુ સાલે એટલે કે વર્ષ ૨૦૧૯-૨૦ નો છેલ્લો અને ૨૫ મો નેત્ર નિદાન સારવાર કેમ્પ પ્રાંતિજ ના કમાલપુર ખાતે આવેલ પ્રાથમિક શાળા માં યોજાયો હતો જેમાં કમાલપુર ગામ સહિત આજુ બાજુમાં રહેતાં ૨૦ ગોમામાથી કુલ- ૬૪૫ દર્દીઓએ સેવાનો લાભ લીધો હતો અને ૩૧૮ વ્યક્તિઓને રાહત દરે ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું જયારે ૧૧૨ દર્દીઓને ઇડર ખાતે આવેલ આત્મવલ્લભ હોસ્પિટલ ખાતે વિનામુલ્યે ઓપરેશન સહિત દર્દીઓને રહેવા જમવા તથા લાવવા લઇ જવા સુધી ની સગવડ પણ પુરી પાડવામાં આવશે.

સમગ્ર કેમ્પ નું સફળ આયોજન સંસ્થાનાં પ્રોજેકટ ઓફિસર અશોકભાઇ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું તો કેમ્પ ને સફળબનાવવા માટે પ્રાથમિક શાળા ના આચાર્ય તેમજ સ્ટાફગણ તેમજ સંસ્થા ના પ્રોજેક્ટ ઓફિસર અશોકભાઈ પરમાર દ્વારા નોંધનીય કામગીરી કરવામાં આવી હતી તો સંસ્થા નો સ્ટાફ નેહાબેન ભટ્ટ , અરવિંદસિંહ ચૌહાણ , સલીમભાઈ , નયનભાઇ તેમજ આંખના મદદનીશ દ્વારા નોધનીય કામગીરી કરવામાં આવી હતી તો આ સિવાય આ સંસ્થા દ્વારા પ્રાંતિજ ખાતે બહેનો ને પગભર બનાવવા ઉદેશથી સિવણ તાલીમ , બ્યુટી પાર્લર તાલીમ , હેન્ડીક્રાફટ ની તાલીમ વગેરે ચાલે છે ઉપરાંત દર રવિવારે ૯થી ૧૨ વાગ્યા સુધી આંખ ને લગતી તપાસ રાહત દરે કરવામાં આવે છે.

રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here