વડોદરા : વધુ 107 પોઝિટિવ, કુલ કેસઃ 6218, વધુ 74 દર્દીને ડિસ્ચાર્જ કરાતા 4944 દર્દી રિકવર થયા

0
4

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના આજે વધુ 107 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ અત્યાર સુધીમાં પોઝિટિવ કેસનો કુલ આંક 6218 ઉપર પહોંચી ગયો છે અને આજે વધુ એક મૃત્યુ થતાં સત્તાવાર મૃત્યુઆંક 118 થયો છે. વડોદરામાં આજે વધુ 74 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 4944 દર્દી રિકવર થયા છે. હાલ 1156 એક્ટિવ કેસ છે, જે પૈકી 153 દર્દી ઓક્સિજન ઉપર અને 51 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 952 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરાના આ વિસ્તારોમાં આજે નવા કેસ નોંધાયા

સિટીઃ વારસીયા રોડ, ન્યુ VIP રોડ, વાડી, હરણી વારસીયા રોડ, વાઘોડિયા રોડ, સંગમ, ચોખંડી, મકરપુરા, તરસાલી, આજવા રોડ, કલા દર્શન, તાંદલજા, વાસણા રોડ, ઓલ્ડ પાદરા રોડ, હરણી, ખોડિયારનગર

ગ્રામ્યઃ પાદરા, સેવાસી, આસોજ, જરોદ, રણોલી, અંબાલી, સાવલી, કંબોલા, ઓસલામ, કરજણ, ડભોઇ

વડોદરામાં આજે વધુ એક દર્દીનું મોત

વડોદરા શહેરના જુનીગઢી વિસ્તારમાં કોરોનાની સારવાર દરમિયાન આજે સવારે 60 વર્ષીય પુરૂષનું મોત થયું છે. સરકારની ગાઇડલાઇન પ્રમાણે તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી.

વડોદરા શહેરના ઉત્તર વિસ્તારમાં સૌથી વધુ 1720 કેસ

વડોદરા શહેરમાં અત્યાર સુધીમાં કોરોનાના 6218 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 1052, પશ્ચિમ ઝોનમાં 906, ઉત્તર ઝોનમાં 1720, દક્ષિણ ઝોનમાં 1222, વડોદરા ગ્રામ્યમાં 1287 અને 31 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.